NATIONAL

Jagannath Puri: અમેરિકી રાજદૂતને જગન્નાથનો પરચો મળ્યો ! કહ્યું આ સ્થાનની શક્તિ…

ભારતમાં એવા અનેક મંદિરો છે  કે જેના પરચાથી કોઇ અજાણ નથી. એવા ચમત્કારિક મંદિરો એવા આદ્યાત્મિક સ્થળો છે કે જેની દિવ્યાતા અને તેની શક્તિનો ખરેખર અનુભવ થઇને જ રહે છે. ઘણા એવા પ્રાચીન મંદિરો છે કે જેની પાછળ વર્ષો જૂનો પૌરાણિક ઇતિહાસ છે. જ્યાં જઇને મનને શાંતિ મળે છે. ત્યારે એવુ જ એક મંદિર છે ભગવાન જગન્નાથનું . કે જે ઓડિશાના પુરીમાં આવેલુ છે. આ મંદિરના પરચાથી આપણે વાકેફ છીએ. આ મંદિરમાં બિરાજમાન રહસ્યમયી મૂર્તિ કે જેમાં ભગવાન કૃષ્ણનું હૃદય છે તેવુ કહેવામાં આવે છે. અહીં આવનાર લોકોને આ મંદિરની ઓલૌકિક દિવ્યતાનો અનુભવ થાય છે. ત્યારે અમેરિકી રાજદૂત કે જેઓ ભારતના મહેમાન બન્યા હતા. તેમણે જ્યારે જગન્નાથ મંદિરના દર્શન કર્યા તો કેવી અનુભૂતિ થઇ આવો જાણીએ. 

અમેરિકી રાજદૂતે કર્યા ભગવાન જગન્નાથના દર્શન 

ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ શનિવારે ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મંદિરમાં પૂજા કરી હતી. પોતાની સફરનો આનંદ વ્યક્ત કરતાં ગારસેટ્ટીએ કહ્યું કે તેઓ આ પ્રવાસને તેમના પરિવાર સાથે શેર કરવા માટે ઉત્સાહિત છે. જગન્નાથ મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી.

જગન્નાથ મંદિરની લીધી મુલાકાત 

ગારસેટ્ટીએ જગન્નાથ મંદિરની મુલાકાત કરી. તેમણે અહીં પૂજા અર્ચના કરી હતી. જે બાદ આ મંદિરમાં આવવાનો તેમણે અનુભવ મીડિયા સમક્ષ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે એક તીર્થયાત્રી અને પ્રવાસી રૂપે અહીં આવવા લાયક અને એક સુંદર સ્થળ છે. હું આ સ્થળની શક્તિનો અનુભવ કરી શકું છું. હું આ સ્થળની સુંદરતા જોઈ શકું છું. હું મારા પરિવાર સાથે તેની મુલાકાત લેવા માટે ઉત્સાહિત છું. હું વિશ્વ સંસ્કૃતિમાં ભારતના યોગદાનને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે પુરીમાં મહાપ્રભુ શ્રી જગન્નાથ, બહેન દેવી સુભદ્રા અને મોટા ભાઈ મહાપ્રભુ શ્રી બલભદ્રની પૂજા કરવામાં આવે છે.

ભારતના સાંસ્કૃતિ વારસાથી અભિભૂત

એરિક ગારસેટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુરી જગન્નાથ મંદિરની તેમની મુલાકાત વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પુરીમાં આવેલ અદ્ભુત જગન્નાથ મંદિરની મુલાકાત લીધી જે બંગાળની ખાડી પાસે એક 1000 વર્ષ જૂનું અદ્ભુત મંદિર છે. રાત્રે ધજા બદલવા માટે પૂજારીઓને 65 મીટર ઊંચા ટાવર પર ચઢતા જોવા એ એક અલગ જ અનુભવ હતો. દુર્ગા પૂજાની તૈયારી કરી રહેલા કલાકારો સાથે પુરીના રસ્તા અદ્ભૂત ભારતની જીવંત ભાવના દર્શાવે છે. આ દેશે મને હંમેશા પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી આશ્ચર્ય ચકિત કર્યો છે. મહત્વનું છે કે જગન્નાથ મંદિર ભારતના ચાર ધામોમાંથી એક જ્યાં દરેક હિંદુ એક વખત તો દર્શન કરવા જવાની ઇચ્છા ધરાવે છે.


જગન્નાથ મંદિર ભારતના ચાર ધામમાંથી એક

ઓડિશાના પુરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર ભારતના ચાર ધામમાંથી એક છે. તે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે અને વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. આ મંદિરની સ્થાપના 1150 ADમાં ગંગા વંશના શાસન દરમિયાન કરવામાં આવી હતી. મંદિરના રેકોર્ડ મુજબ અવંતિના રાજા ઇન્દ્રદ્યુમ્ને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ છે. મંદિરના ચારેય પ્રવેશદ્વાર પર હનુમાનજીની મૂર્તિઓ છે. મંદિરની ટોચ પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાવે છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button