સુરેન્દ્રનગર જિલ્લામાં જૈનોના પવીત્ર પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે. પર્યુષણ પર્વના અંતીમ દિવસે આજે શનિવારે સંવત્સરીનો દિવસ છે. જેમાં સાંજના સમયે જૈનો મહાપ્રતીક્રમણ કરશે અને જગતના 84 લાખ જીવોની ક્ષમાયાચના કરશે. બીજી તરફ પર્યુષણ પર્વ દરમિયાન તપસ્યા કરનાર તપસ્વીઓના રવિવારે પારણા યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જૈનોના પવિત્ર પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યા છે. ગત તા. 31મી ઓગસ્ટથી પર્યુષણ મહાપર્વની શરૂઆત થઈ હતી. પર્યુષણ મહાપર્વના અંતીમ દિવસે આજે જૈનો સંવત્સરી મહાપર્વની ઉજવણી કરશે. પર્યુષણ પર્વના અંતીમ દિવસે શનિવારે જિનાલયોમાં ભકતામર સ્ત્રોતનું ગાન, વ્યાખ્યાન વાણી યોજાશે. જેમાં ગુરૂ ભવગંતો વ્યાખ્યાન દરમિયાન જીવનમાં ક્ષમાનું મહત્વ સમજાવશે. જયારે સાંજે મહા પ્રતીક્રમણ યોજાશે. જેમાં જૈનો પ્રતીક્રમણ કરીને જગતના 84 લાખ જીવોના ખમત ખામણા કરશે. જયારે પોતાના પરિવારજનો, સગા-વ્હાલાં, મિત્રોને પણ મીચ્છામી દુક્કડમ કહી વર્ષ દરમિયાન મન, વચન અને કાયા થકી થયેલા દોષોની ક્ષમાયાચના કરશે. આઠ દિવસ ચાલેલા પર્યુષણ પર્વ નિમિત્તે ધર્મસ્થાનકોમાં પ્રભુજીની આંગી, સામાયીક, આયંબીલ, નવકારમંત્રના જાપ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાધુ-સાધ્વીજીની નિશ્રાામાં વ્યાખ્યાન વાણી સાંભળી શ્રાાવકોએ એક ઉપવાસથી લઈ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, નવ્વાઈ, સોળભથ્થુ, માસક્ષમણ સુધીની તપૃર્યા કરી છે. આ તપસ્વીઓના રવિવારે સામુહીક પારણાં પણ યોજાશે.
Source link