જલેબી બનાવવા માટે કેટલીક વસ્તુઓની જરુર પડશે. તેમાં મેંદો, આરાલોટ, બેકિંગ પાઉડર, હળદર, દહીં, પાણી, ખાંડ, કેસર, ઘી, એલચીનો પાઉડર, લીંબુનો રસ સહિતની વસ્તુની જરુર પડશે.
જલેબી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદો, આરાલોટ, બેકિંગ પાઉડર, હળદર અને દહીં સહિતની વસ્તુઓ ઉમેરો. હવે તેમાં જરુર પડે તે મુજબ પાણી નાખીને બેટર બનાવો.
જલેબીનું બેટર બનાવી આશરે 24 કલાક માટે આથો આવે તેના માટે ઢાંકીને મુકી દો. તમે ઈચ્છો તો 10 કલાક માટે પણ ફર્મેન્ટેશન માટે મુકી શકો છો. હવે એક ચમચી વડે બેટરને સારી રીતે ફેટી લો.
હવે એક સોસની બોટલમાં બેટર ભરી લો. ત્યારબાદ કડાઈમાં તેલ અથવા ઘી ઉમેરી ગરમ કરવા મુકો. હવે ઘી ગરમ થાય ત્યારે તેમાં જલેબી ગોળ ગોળ બનાવો. તેને બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
એક તપેલીમાં ખાંડ, કેસર, એલચી પાઉડર ઉમેરીને થોડીવાર ઉકાળી ચાસણી બનાવી લો. હવે તળેલી જલેબીને આ ચાસણીમાં થોડીવાર પલાળી રાખો અને પછી સર્વ કરો. તમે જલેબીને રબડી સાથે પણ ખાઈ શકો છો.(All pic- Freepik)
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Source link