જામ ખંભાળીયામાં લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. જેમાં તરણેતર સમા મેળામાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી છે. શીરેશ્રર મેળાનું CCTV કેમેરાથી સતત મોનીટરીંગ થઇ રહ્યું છે. 9 સપ્ટેમ્બર સુધી શીરેશ્રર મેળાનું આયોજન કરાયું છે. જામ ખંભાળીયાના શીરેશ્રર મેળાનો આનંદ માણવા ત્રીજા દિવસે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે.
લોકમેળામાં લાખોની સંખ્યા લોકો મેળાનો આનંદ માણશે
શક્તિ નગર ગ્રામ પંચાયત આયોજિત તરણેતર સમા મેળામાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી છે. લોકોએ ત્રીજા દિવસે મન મૂકીને લોક મેળાનો આનંદ ઉઠાવ્યો છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાથી લોકમેળાનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. મેળાનો આનંદ માણવા આવતા લોકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ લોકમેળામાં લાખોની સંખ્યા લોકો મેળાનો આનંદ માણશે.
6 સપ્ટેમ્બરે મેળો શરૂ થયો અને આજે 9 સપ્ટેમ્બરે મેળો પૂર્ણ થશે
ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો “તરણેતરનો મેળો” વિશ્વ વિખ્યાત છે.”મેળો” નામ સાંભળતાની સાથે જ નાના – મોટા ચકડોળ, અવનવા રમકડાંઓથી ભરપૂર સ્ટોલ, નવા નવા કપડાંમાં સુસજ્જ માનવ મહેરામણ નજર સામે તાદર્શ થઈ જાય. મેળો એટલે હળવા મળવા માટે પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું. ધર્મની ધજા ફરકાવતા ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ એકઠો થાય છે.આ મેળાનો આજે અંતિમ દિવસ છે. 6 સપ્ટેમ્બરે મેળો શરૂ થયો અને આજે 9 સપ્ટેમ્બરે મેળો પૂર્ણ થશે.
ચાલો જાણીએ તરણેતરનો મેળા વિશે
મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દરેક મેળાની સાથે તેના મહાત્મ્ય અને જે તે સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલો હોય છે. આજે મેળો એક ઉત્સવ બની ગયો છે, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ઉમંગભેર ભાગ લે છે. દેશનું પ્રત્યેક રાજ્ય આવા મેળાઓથી સભર છે જેમાં ગુજરાતને શિરમોર ગણી શકાય. મેળામાં લોકજીવનનો ઉમંગ ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મક્તાનો સ્વાભાવિક આનંદ છતો થાય છે.
Source link