- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સતત હુમલા
- સુરક્ષા દળો અને નાગરિકો આતંકવાદીઓના નિશાને
- આતંકવાદીઓની અથડામણમાં સેનાના બે જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આનાથી ગુસ્સે થઈને આતંકવાદીઓ ત્યાંના સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 78 દિવસમાં 11 આતંકી હુમલા થયા છે.
એક જવાન ઘાયલ થયાનો અહેવાલ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે, જ્યારે એક ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અથડામણમાં એક નાગરિકનું પણ મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. શહીદ થયેલા જવાનોમાં લાન્સ નાઈક પ્રવીણ શર્મા અને હવાલદાર દીપક કુમાર યાદવના નામ સામેલ છે.
ગડોલના જંગલોમાં બે આંતકવાદી છુપાયા હોવાની આશંકા
ગડોલના જંગલોમાં વધુ બે આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. ગઈકાલથી અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અનંતનાગ બાદ કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ વિસ્તારમાં સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસે પોઝીશન સંભાળી લીધી છે.
આતંકવાદીઓ સતત હુમલા કરી રહ્યા છે
હકીકતમાં, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આંતકવાદીઓ ગુસ્સે થઈને ત્યાંના સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 78 દિવસમાં 11 આતંકી હુમલા થયા છે. આવો એક નજર કરીએ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા અઢી મહિનામાં ક્યારે અને કેટલા આતંકવાદી હુમલા થયા?
78 દિવસમાં 11 આતંકી હુમલા
15 જુલાઈ- ડોડાના ધારી ગોટે ખરરબાગીમાં હુમલો.
9 જુલાઈ- ડોડાના ગઢી ભગવા ખાતે આતંકવાદી હુમલો.
8 જુલાઈ- કઠુઆમાં સેનાના વાહન પર હુમલો.
7 જુલાઈ- રાજૌરીના આર્મી કેમ્પ પાસે હુમલો.
26 જૂન- ડોડાના ગંડોહમાં આતંકી હુમલો.
12 જૂને ડોડામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો.
11 જૂન- ડોડાના ગંડોહમાં આતંકવાદી હુમલો.
11 જૂન- કઠુઆના હીરાનગરમાં આતંકવાદી હુમલો.
9 જૂન- રિયાસીમાં કટરા જતી બસ પર ફાયરિંગ.
4 મે- પૂંચમાં એરફોર્સના સૈનિકોના કાફલા પર હુમલો.
28 એપ્રિલ- ઉધમપુરમાં આતંકવાદીઓના ગોળીબારમાં ગ્રામ રક્ષક ઘાયલ.
પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ
ઘાટીમાં પાકિસ્તાન આર્મી અને ગુપ્તચર એજન્સી ISIના ષડયંત્રને લઈને મોટો ખુલાસો થયો છે. લશ્કરના આતંકવાદીઓ સતત સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પીઓકેના ઘણા વિસ્તારોમાં આતંકીઓ સક્રિય છે. ISIએ ઘૂસણખોરી માટે કોડ વર્ડ્સ આપ્યા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના 20 વિસ્તારોમાં આતંકીઓ સક્રિય છે. પીઓકેના કાચરબાન અને નાળાઓમાં આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. પીઓકેના કોટલી, તત્તાપાની, દરડે અને ચાંદ ટેકરીમાં આતંકીઓ હાજર છે. આતંકવાદીઓને પઠાણ સૂટ પહેરવાનું કહેવામાં આવ્યું છે. આતંકવાદીઓ સ્થાનિકોને ઢાલ બનાવી શકે છે તેમજ મસ્જિદમાં ઘુસીને બચવાનો પ્રયાસ કરી શકે છે. LOC પર આતંકવાદી ગતિવિધિ બાદ ભારતીય સેના એલર્ટ મોડમાં આવી ગઈ છે.
Source link