જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. હવે આ ચૂંટણી પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા એક મોટી જાહેરાત કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ઈદ અને મહોર્રમ નિમિત્તે બે ગૅસના સિલિન્ડર મફત આપવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરના મેંઢર સેકટરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા, મુફ્તી અને નહેરુ-ગાંધી પરિવારે 90ના દાયકાથી લઈ હવે અત્યાર સુધી આતંકવાદ ફેલાવ્યો છે. ત્યારે પીએમ મોદીના નેતૃત્વ ધરાવતી ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત કર્યો છે. અહીંના યુવાનોના હાથમાં પથ્થરના જગ્યાએ લેપટોપ આપ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારનું શાસન સમાપ્ત થશે
દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારના શાસનને સમાપ્ત કરી નાંખશે. અબ્દુલ્લા પરિવાર, મુફ્તી પરિવાર અને નહેરુ-ગાંધી પરિવાર આ ત્રણેય પરિવારોએ અહીં જમ્હુરિયતને રોકી રાખી હતી. જો વર્ષ-2014માં જ સરકાર ન આવી હોત તો પંચાયત, બ્લોક અને જિલ્લામાં ચૂંટણી ન યોજાઈ હોત.
મોદી સરકારમાં ઓબીસી, પછાત, ગુર્જર, બકરવાલ અને પહાડિયોને મળ્યું અનામત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આગળ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના આવ્યા પછી ઓબીસી, પછાત, ગુર્જર બકરવાલ અને પહાડિયોને અનામત મળ્યું છે. જ્યારે મેં બિલ રજૂ કર્યું તો, ફારુખ અબ્દુલ્લાની પાર્ટીએ વિરોધ કર્યો અને અહીં ગુર્જર ભાઈઓને ભડકાવવાનું શરૂ કર્યું. જ્યારે હું રાજૌરીમાં આવ્યો ત્યારે મેં વાયદો કર્યો હતો કે, અમે ગુર્જર ભાઈઓને અનામતને ઓછું નહિ કરીએ અને પહાડિયાઓને પણ અનામત આપીશું અમે પોતાનો વાયદો પૂર્ણ કર્યો.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું કહેવું છે કે અમે અનામત સમાપ્ત કરીશું, જ્યારે ભાજપ કહી રહ્યું છે કે અમે પ્રમોશનમાં પણ ગુર્જર બકરવાલ અને પહાડિયોને અનામત આપીશું.
પીએમ નરેન્દ્ર મોદીએ યુવાનોના હાથમાંથી પથ્થરો છીનવી લીધા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ યુવાનોના હાથમાંથી પથ્થરો છીનવી લીધા છે. તેઓએ કહ્યું કે, ફારુખ અબ્દુલ્લા લંડનમાં વેકેશન મનાવી રહ્યા હતા, ત્યારે આ લોકો અહીં આતંક ફેલાવતા હતા. આ લોકો કહે છે કે અમે અનામત સમાપ્ત કરીશું. પરંતુ અમારી સરકાર અનામત આપવાનું કામ કરશે. ગૃહપ્રધાને આગળ જણાવ્યું કે, 18 હજાર રૂપિયા મહિલાઓનાં બેંકના ખાતામાં આવશે. જ્યારે ઈદ ઉપર બે ગૅસના સિલિન્ડર અપાશે. આ ઉપરાંત 500 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે.
Source link