GUJARAT

Jamnagar: 2 કરોડની કિંમતની બસો ખાઈ રહી છે ધૂળ, તંત્ર ગાઢ નિંદ્રામાં

જામનગર મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા આશરે રૂપિયા 2 કરોડની ડીઝલ દ્વારા સંચાલિત સીટી બસની ખરીદી કરી હતી, ત્યારબાદ સીએનજીની 15 બસો આવી જતાં હવે આ બસો સાઈડમાં મુકી દેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની તિજોરીની આવક ખુબ જ ખરાબ

મસમોટી કિંમતની આ બસો ભંગાર થઈ જાય તે પહેલા તેનું વેચાણ કરી નાખવું જોઈએ. જામનગર મહાનગરપાલિકાની તિજોરીની આવક ખુબ જ ખરાબ છે, ત્યારે હાલમાં 8 ડીઝલ બસ ભંગાર હાલતમાં પડી છે. આ બસોને તાત્કાલિક વેચવામાં નહીં આવે તો તેમની સારી કિંમત પણ બજારમાં નહીં ઉપજે, જ્યારે કોર્પોરેશનની હાલત ખરાબ હોય ત્યારે તાત્કાલિક નિર્ણય લઈને બસોનું વેચાણ કરવું જોઈએ એવું લોકોનું કહેવું છે.

લોકોને પડી રહી છે ભારે હાલાકી, હજુ વધુ બસો રૂટ પર મુકવાની જરૂર

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે હવે ડીઝલને બદલે શહેરના મુખ્ય રૂટો ઉપર ચાલતી સીટી બસ સીએનજીની લેવી અને ત્યારબાદ એક પાર્ટી દ્વારા 15 બસો લેવામાં આવી હતી અને આ પાર્ટી અત્યારે બસોનું સંચાલન કરે છે. જામનગરની વસ્તી વધતી જાય છે. ત્યારે હજુ વધુ બસો રૂટ પર મુકવાની જરૂર છે.

50 ઈલેકટ્રીક બસ ખરીદવા માટેની દરખાસ્ત મુકવામાં આવી

જો કે બજેટમાં 50 ઈલેકટ્રીક બસ ખરીદવા માટેની દરખાસ્ત જનરલ બોર્ડની બજેટ બેઠકમાં મુકવામાં આવી છે, પરંતુ હજુસુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે તાત્કાલિક અસરથી સાઈડમાં મુકી દેવાયેલી ડીઝલની બસોનું યોગ્ય જગ્યાએ વેચાણ કરવું જોઈએ તેવી માગ ઉઠવા પામી છે.

લોકોના ટેક્સના પૈસા તંત્ર વેડફી રહ્યું છે

જામનગર મહાનગર પાલિકામાં ચીફ મિનિસ્ટર અર્બન બસ ટ્રાન્સપોર્ટ હેઠળ હાલ 15 બસો કાર્યરત છે અને હજુ 10 જેટલી બસોની ઘટ્ટ જોવા મળી રહી છે. શહેરમાં હજુ પણ ઘણા ખરા વિસ્તારમાં સીટી બસ જતી નથી જેના કારણે લોકો પરેશાન છે. હાલ તો તંત્રની અણ આવડત અને યોગ્ય આયોજન ના હોવાના કારણે પબ્લિક પરેશાન થઈ રહી છે અને લોકોએ ટેક્સ રૂપી આપેલા રૂપિયા વિકાસના નામે વેડફાઈ રહ્યા છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button