GUJARAT

Jamnagar: ભોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભક્તો માટે ઠેર-ઠેર સેવા કેમ્પ

  • શ્રાવણ મહિનાના સોમવારે મંદિરે ભક્તોની ભીડ જામી
  • જામનગરથી દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે કેમ્પ
  • સંસદસભ્ય પૂનમબેને ભગવાનની પૂજા અર્ચના કરી

જામનગરથી 30 કિ.મી દૂર ગજણા ગામે ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. શ્રાવણ મહિનાના સોમવારે જામનગરથી મોટી સંખ્યામાં પદયાત્રી ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમજ રસ્તામાં પદયાત્રીઓ માટે અનેક સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પગપાળા જતા યાત્રીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાદેવજીના મંદિરમાં આરતી કરી હતી.

જામનગર જિલ્લામાં નાના મોટા અનેક શિવ મંદિરો આવેલા છે

જેમાંનું એક મંદિર છે જામનગર શહેરથી 30 કિમી દૂર ગજણા ગામે આવેલું ભોળેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરની સ્થાપના આશરે 450 વર્ષથી વધુ સમય પૂર્વે કરવામાં આવેલ. અહીં શિવલિંગ સ્વયં ભૂપ્રગટ થયેલ છે અને તે પાછળનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ જોવા મળે છે.

ભોળેશ્વર મહાદેવના ઇતિહાસ વિષે વાત કરીએ તો લોકવાયકા મુજબ ભગવાન ભોળાનાથ અહી સ્વયંભૂ પ્રગટ થયા છે અને મંદિરના શિવલિંગના કદમાં દર વર્ષે વધારો થતો જોવા મળે છે. મંદિરની વિશેષતા એ છે કે, ભોળેશ્વર મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ પાસે આવેલું છે. અહીં વિવિધ ત્રણ નદીઓનો સંગમ પણ થાય છે.

સવંત 1645માં શિવલિંગની ઉત્પતિ થઈ હતી

એવી લોકવાયકા છે કે, ગજણાનો ગોવાળ પોતાની ગાયોનું ધણ લઈ અહીં ચરાવવા માટે આવતો એમાં ગજણા ગામના સુથારની એક ગાય દરરોજ સાંજે ધણથી અલગ પડી જતી અને એક રાફડા પાસે ઉભી રહી તેના પર પોતાના ચારેય આંચળનું દુધ વરસાવતી હતી. ગોવાળને આ વાતની જાણ થતાં તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. પરંતુ બાદમાં ભગવાન શંકર તેના સપનામાં આવ્યા અને જણાવ્યું કે, ગાય જે જગ્યા પર દૂધ વરસાવે છે ત્યાં ખોદકામ કરતા શિવલિંગ મળી આવશે. બાદમાં અહીં ખોદકામ કરતાં શિવલિંગ મળી આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button