મહારાષ્ટ્રમાં હવે થોડા જ દિવસમાં વિધાનસભાની ચૂંટણી શરૂ થવાની છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ સર્જાયેલો છે. જ્યારે આવી સ્થિતિમાં ચૂંટણી પંચ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે.
ચૂંટણી પંચ એક્શન મોડમાં
આજે નવા વર્ષના પ્રથમ દિવસે જ ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં એક ટોલ બૂથ પરથી રૂપિયા 24 કરોડના સોના, હીરા અને ચાંદીના દાગીના જપ્ત કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેની SST ટીમ તૈનાત રાખી છે અને તમામ ગતિવિધીઓ પર ટીમ નજર રાખી રહી છે.
24 કરોડ રૂપિયાના દાગીના જપ્ત
સ્ટેટિક સર્વેલન્સ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે તેઓએ 31 ઓક્ટોબર, ગુરુવારે સવારે અહિલ્યાનગરના સુપા ટોલ પ્લાઝા પરથી 24 કરોડ રૂપિયાના સોના, હીરા અને ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. સુપા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અરુણ અવધે જણાવ્યું હતું કે, 3 લોકો એક વાહનમાં સોના, હીરા અને ચાંદીના દાગીના લઈને જઈ રહ્યા હતા, તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
અધિકારીએ કહ્યું કે ચૂંટણી પંચની SST ટીમે તેમની પાસે આટલા બધા દાગીનાના પુરાવા માગ્યા તો તેમને રસીદ બતાવી હતી પણ તેમાં લખેલા પૈસા અને આટલા દાગીનાની કિંમત મળતી નહતી. આ પછી ટીમે તમામ જ્વેલરી જપ્ત કરી અને આ મામલાની જાણકારી આવકવેરા વિભાગને આપી.
બે દિવસ પહેલા 10 કરોડથી વધુની વિદેશી નોટો કરી હતી જપ્ત
પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓને આ તમામ દાગીના મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ, છત્રપતિ સંભાજીનગર, અહિલ્યાનગર અને જલગાંવમાં પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું. આ પહેલા પણ એસએસટી ટીમે પોલીસ સાથે મળીને ગુરુવારે મરીન ડ્રાઈવ પર એક વાહનમાંથી રૂપિયા 10.8 કરોડની વિદેશી નોટો જપ્ત કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે ચૂંટણી યોજાશે. જેની જાહેરાત ચૂંટણી પંચે કરી હતી. ત્યારે 23મી નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
Source link