NATIONAL

J&K: શ્રીનગરના ખાનયારમાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ છુપાયા હોવાની આશંકા

શ્રીનગરના ખાનયારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખાનયાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે સુરક્ષા દળો વચ્ચે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે જેવી સંયુક્ત ટીમ શંકાસ્પદ વિસ્તાર તરફ પહોંચી, છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ રીતે એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી અને હાલમાં પણ આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે.

સેનાની કાર્યવાહી 

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ દરરોજ અહીં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે અને હંમેશા આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનું આયોજન કરે છે. આનો સામનો કરવા માટે સુરક્ષા દળો હંમેશા તૈયાર છે.

બડગામમાં 2 મજૂરોને ગોળી મારી

બડગામના માગામના મઝમા વિસ્તારમાં આતંકીઓએ શુક્રવારે બે મજૂરોને ગોળી મારી દીધી હતી. ફાયરિંગમાં બહારના બંને મજૂરો ઘાયલ થયા છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મજૂરોની ઓળખ ઉસ્માન અને સંજય તરીકે થઈ છે. આ કામદારો જલ જીવન પ્રોજેક્ટમાં મજૂર તરીકે કામ કરતા હતા અને ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે.

અખનૂરમાં થયો હતો આતંકી હુમલો

થોડા દિવસો પહેલા અખનૂરના બટ્ટલ વિસ્તારમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. જો કે આતંકીઓના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. સૈનિકોએ સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ કાયરતાપૂર્ણ કૃત્યમાં ત્રણ આતંકવાદીઓ સામેલ હતા. બાદમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button