SPORTS

Joe Root: સચિન તેંદુલકર જ નહી! આ ભારતીય ખેલાડીનો રેકોર્ડ તોડશે જૉરૂટ

ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જૉ રૂટ અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. જ્યારે પણ તે મેદાન પર બેટિંગ કરવા આવે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ બનાવે જ છે. તે અત્યારે લગભગ દરેક મેચમાં રન બનાવી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ ક્યારે તોડશે તેની આખી દુનિયા અત્યારે રાહ જોઈ રહી છે. જો કે તે પહેલા જો રૂટ વધુ એક ભારતીય દિગ્ગજનો રેકોર્ડ તોડી શકે છે.

સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જૉ રૂટે અત્યાર સુધીમાં 151 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના કરતા વધારે રન માત્ર સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, જેક કાલિસ અને રાહુલ દ્રવિડે બનાવ્યા છે. તે હાલમાં સૌથી વધુ રન બનાવનાર સક્રિય બેટ્સમેન છે. જો રૂટે 151 ટેસ્ટ રમ્યા બાદ અત્યાર સુધીમાં 12886 રન બનાવ્યા છે. તેણે 36 સદી અને 64 અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ 50ની નજીક છે.

દિગ્ગજ ભારતીયનો તોડી શકે રેકોર્ડ

હવે જૉ રૂટનો ટાર્ગેટ હાલ રાહુલ દ્રવિડનો રેકોર્ડ છે. રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ મેચમાં 13288 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં જૉ રૂટ આપેલા સમયમાં 403 રન બનાવી લે છે તો રાહુલ દ્રવિડથી આગળ નીકળી જશે. આ પછી તેનો ટાર્ગેટ જેક કાલિસ અને રિકી પોન્ટિંગના રેકોર્ડ હશે.

ટૂંક સમયમાં પુરા કરશે 13,000 રન!

મહત્વનું છે કે જૉ રૂટ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં 13 હજાર ટેસ્ટ રનના આંકડાને સ્પર્શવા માંગે છે. ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ચાર બેટ્સમેનોએ 3 હજારથી વધુ રન બનાવ્યા છે. જ્યારે માત્ર સચિને જ ટેસ્ટ ક્રિકેટમાં 14000થી વધુ રન બનાવ્યા છે. સચિને 200 ટેસ્ટ રમીને 15921 રન બનાવ્યા છે. અત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે જૉ રૂટ સચિન તેંડુલકરનો રેકોર્ડ ક્યારે તોડે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button