જૂનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક કલહ જોવા મળ્યો છે. જેમાં આંતરિક કલેહ હવે પત્રમાં સામે આવ્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ PMને પત્ર લખ્યો છે. તેમાં ભાજપનું કાર્યાલય ગેરકાયદે રીતે બન્યાનો આરોપ છે. જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.તેમજ કિરીટ પટેલ ભ્રષ્ટાચારી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.
જૂનાગઢમાં પૂર માટે કિરીટ પટેલને જવાબદાર ઠેરવ્યા છે
જૂનાગઢમાં પૂર માટે કિરીટ પટેલને જવાબદાર ઠેરવ્યા છે. તેમાં જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જુનાગઢ ભાજપમાં કાર્યકર્તાઓ અને આગેવાનોના સંદર્ભે પત્ર લખ્યો છે. જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર આક્ષેપ થયા છે. છેલ્લા નવ વર્ષથી એક જ હોદ્દા પર અને સ્થાન પર રહી દુરુપયોગ કરે છે. જૂનાગઢ ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં અગાઉ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પ્રહારો સામે આવ્યા હતા. તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ થયા હતા. દિનેશ ખટારીયાએ જણાવ્યું છે કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમાં કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. તમે ચૂંટણીઓ હાર્યા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી.
શહેર ભાજપમાં આંતરિક વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
શહેર ભાજપમાં આંતરિક વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પ્રહારો કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને સવાલો કર્યા હતા. તેમાં જવાહર ચાવડાએ અને તેમના પરિવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. લોકસભાની વિધાનસભા 2024 માટે સંમેલન બોલાવ્યું હતું. તમે ચૂંટણીઓ હારી ગયા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી. કમળનું બેનર હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. લોકસભાની ચૂંટણીઓ પુરી થઈ ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો.
Source link