GUJARAT

Junagadh: ગુનાહિત કૃત્ય આચરતી ગેંગ સામે ગુજસીટોક દાખલ

જુનાગઢ પોલીસ દ્વારા જુનાગઢ, સોમનાથ, રાજકોટ જેવા વિસ્તારમાં આતંક મચાવનાર ગેંગને ઝડપી લીધી છે. જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીમાં 9 ઇસમો વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી સોરઠ ગીર પંથકમાં આયોજિત ગુનાઓ આચરી ભયનો માહોલ સર્જ્યો હતો. લૂંટ ખંડણી ખૂન અપહરણ જેવા અનેક ગુનાઓ આચરતી ટોળકીને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
જુનાગઢ પોલીસ દ્વારા ગુજસીટોકની કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ એલસીબી પીઆઇ જે.જે.પટેલ દ્રારા કરેલી કાર્યવાહીમાં જૂનાગઢના નવ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરાઇ છે. દસ વર્ષ દરમિયાન જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ એમ ત્રણ જિલ્લાઓમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનઉભી કરી હતી. જેમાં હત્યા,હત્યાની કોશિશ,ખંડણી,લૂંટ,અપહરણ,હથિયાર ધારા,મારામારી,ખાનગી મિલકતને નુકસાન,મારી નાખવાની ધમકી જુગારધારા અને પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવણી હોવાથી એલસીબી પીઆઇ પટેલે ઇસમો સામે ગુજસીટોકઅંતર્ગત કાર્યવાહી કરી હતી અને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
9 ઇસમો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ
લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજે ગુનાહિત કૃત્ય આચરતા 9 ઇસમો લાગ્યાં છે. જેમાં જુનાગઢના સલમાન ઉર્ફે સલિયો સલીમ તૈયબ રહે રામદેવ પરા,નાઝીમ હબીબ સોઢા રહે સાંગોદરા તાલાળા, સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો દિન મહમદ બલોચ રહે દોલતપરા, અજીત ઉર્ફે મંત્રી આમદનરેજા રહે રામદેવપરા, અહમદ હત્પસેન નારેજા રહે રામદેવપરા, અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઈ નારેજા રહે રામદેવપરા,અસલમ ઉર્ફે છમિયો ઓસમાણ સીડા રહે રામદેવપરા, જુસબ ઉર્ફે કારિયો તૈયબ વિશળ રહે રામદેવપરા અને સાજીદ ઉર્ફે પાડો તૈયબભાઇ વિશળ રહે દોલતપરા શામેલ છે. આ ઇસમોને ઝડપી એ ડિવિજન પોલીસને સોંપાયા હતા. 
જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ કર્યો હતો ઊભો
આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ગેંગ દ્વારા ખાલી જૂનાગઢમાં જિલ્લામાં જ 20 થી વધુ ગુનાઓ ચોપડે નોંધાયેલા છે. એ સિવાય પણ તેઓ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હોઈ શકે છે તેવું LCB પીઆઈએ જણાવ્યું હતું. લૂંટ, ખંડણી, ખૂન, અપહરણ સહિતના અનેક ગુનાઓથી આખાસોરઠ અને ગીર પંથકમાં 3 જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી આતંક મચાવ્યો હતો. પોલીસ દ્રારા તમામ નવ ઇસમો સામે નવ વર્ષ દરમિયાન રાજકોટ,જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગુન્હાઓ કર્યા અંગેની ફરિયાદ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ કાર્યવાહી ડીવાયએસપી નિકિતા શિરોયા દ્રારા કરાઈ રહી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button