ચોમાસાના 4 મહિના ગીર અભ્યારણ્ય બંધ હતું, કારણ કે, સમયગાળામાં સિંહો સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ ગણવામાં આવે છે, તે આજે પૂર્ણ થયો છે, અને આવતીકાલે વહેલી સવારથી જંગલ સફારી માટે શિયાળુ સત્રનો આરંભ કરવામાં આવશે, સવારે પ્રવાસીઓને કુમકુમ તિલક કરીને સ્વાગત કરીને રવાના કરવામાં આવશે.
દર વર્ષે ચોમાસામાં 15 જુનથી 15 ઓક્ટોમ્બર સુધી (4 માસ) સાસણમાં ગીરનું જંગલ અને ગિરનારનું જંગલમાં વસવાટ કરતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકશન હોય છે, આ વેકેશન પૂર્ણ થવાને આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, તા.16 ઓકટોબરથી વિધિવત રીતે સિંહોનું વેકેશન પૂર્ણ થતા જંગલમાં પ્રવાસીઓને પ્રવેશ માટે મંજુરી આપવામાં આવશે. તેના માટે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચોમાસા દરમિયાન જંગલમાં અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા, તે તમામ રસ્તાઓનું કામ પૂર્ણ થયું છે.
નવી 110 મોડીફઈડ બોલેરો મુકાઈ,ભાડામાં 1500નો વધારો
જૂની જીપ્સી ગાડીઓને કાઢી નાખીને નવી 110 મોડીફઈડ બોલેરો ગાડીઓ મુકવામાં આવી છે. આના ભાડામાં 1500 રૂપિયાનો વધારો નોધાયો છે, જીપ્સીનું ભાડું 2000 રૂપિયા અને નવી બોલેરોનું ભાડું 3500 રૂપિયા છે,
Source link