- ધસમસતાં પ્રવાહમાં જૂનાગઢ PGVCLના કર્મચારીની જીવના જોખમે સરાહનીય કામગીરી કરી
- જૂનાગઢ જિલ્લાના 153 ગામડાઓમાં વીજળી ડૂલ થઈ
- છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે 1061 વીજ ફોલ્ટની ફરિયાદો આવી
જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ઘેડ પંથક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. જેના પગલે આ વિસ્તારમાં પાવર કટ રહેતાં લોકોની વ્હારે PGVCLના કર્મચારી આવ્યા છે અને બામણાસા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે વીજ કર્મચારી મુકેશભાઈ કરંગીયા દ્વારા કામગીરી કરીને વીજ પૂરવઠો પુર્વવત કર્યો હતો.
વીજ વિભાગની સરાહનીય કામગીરીના પગલે 149 ગામોમાં વીજ પૂરવઠો પુર્વવત કરવામાં આવ્યો
જેના પગલે લોકોએ વીજળીથી અળગા ન રહેતાં તેમની આ સરાહનિય કામગીરીને સ્થાનિકો તથા પીજીવીસીએલના સ્ટાફે બિરદાવી હતી. ઉપરાંત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામતા જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત મેઘ મહેર વરસી રહી છે. જેના પગલે જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ આવતાં 153 ગામડાઓમાં પાવર કટ થતાં વીજ વિભાગની સરાહનીય કામગીરીના પગલે 149 ગામોમાં વીજ પૂરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે. ઉપરાંત 14 જેટલા વીજ પોલ અને એક ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં આશરે રૂપિયા2 લાખથી વધુનું નૂકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
વરસાદના પગલે 14 જેટલા વીજ પોલ અને એક ટ્રાન્સફોર્મર ધરાશાયી
જૂનાગઢ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એસ.એચ. રાઠોડના જણાવ્યા અનૂસાર જિલ્લામાં ચોમાસુ ફરી શક્રિય બનતા રાંધણ છઠ્ઠના તહેવારથી ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે 14 જેટલા વીજ પોલ અને એક ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. તેમજ આલક નંદ જ્યોતિગ્રામમાં બાવળ અને વૃક્ષ જમીન દોસ્ત થતાં ફીડર બંધ થયું હતું.
ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં જિલ્લાના 153 ગામડાઓમાં અંધાર પટ્ટ છવાયો હતો
ઉપરાંત વંથલી, બામણાસા, માણાવદર અને ઘેડ પંથકના ખેતીવાડી ફીડરોને પણ અસર થતા વીજ પૂરવઠો ખોરવાયો હતો. જ્યારે 11 કેવી લાઈનોમાં ક્ષતિ જણાતા પાવર કાપ રહ્યો હતો. આમ જિલ્લામાં વૃક્ષો, વીજળીના થાંભલા, ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં જિલ્લાના 153 ગામડાઓમાં અંધારપટ છવાયો હતો તો બીજી તરફ પીજીવીસીએલના કંટ્રોલ રૂમમાં સતત ફોન રણકતા રહેતા વીજ ફોલ્ટની પ્રથમ દિવસે 440, બીજા દિવસે 440 અને ત્રીજા દિવસે 581 ફરિયાદ મળી હતી. જેના પગલે જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા તાકીદે કામગીરી હાથ ધરીને વીજ પોલ ઉભા કરીને 149 ગામડાઓમાં વીજ પૂરવઠો પુર્વવત કર્યો હતો.
Source link