GUJARAT

Junagadh: ગીરમાં સિંહોના સંરક્ષણ માટે ફાયબર ઓપ્ટિકલ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ

એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ સાસણ ગીર, અને આ વિસ્તારમાં સિંહ-દીપડા સહિતના અંસખ્ય પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ છે, ત્યારે વાઈલ્ડ લાઈફ્ કન્ઝર્વેશન માટે દિવસે દિવસે ગુજરાત વનવિભાગ હાઈટેક બની રહ્યું છે. અગાઉ માઈક્રોચીપ, રેડિયોકોલર, સેટેલાઈટ ટેગ, સ્પીડ મોનીટરીંગ સિસ્ટમનો ઉપયોગ કર્યા પછી હવે તેનાથી પણ ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી ફાયબર ઓપ્ટીકલનો ઉપયોગ શરુ કર્યો છે.

સીસીએફ્ આરાધના શાહુએ માહિતી આપતા કહ્યું કે, વાઈલ્ડ લાઈફ્ કન્ઝર્વેશન માટે છેલ્લા કેટલાયે વર્ષોથી વનવિભાગ હાઈટેક ટેકનોલોજી સાથે સજ્જ બન્યું છે. તેમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે, ફાયબર ઓપ્ટીક્સ કેમેરા સિસ્ટમનો. સાસણમાં એક-એક કિલોમીટરના અંતરે સ્પીડ મોનીટરીંગ સીસ્ટમના 28 કેમેરા લગાવ્યા છે. જે કેમેરા અને ત્યાં મુકેલી ડિસ્પ્લેમાં રોડ ઉપર પસાર થતા દરેક વાહનના નંબર અને વાહનની સ્પીડની નોધ થાય છે.

સાથે રોડ ઉપર પસાર થતા કોઇપણ વન્ય પ્રાણીઓ અને વાહનોના ફેટોગ્રાફ્સ તેમજ વિડીયો કેમેરામાં કેદ થાય છે, તેના પરથી કોઈ દુર્ઘટના બને તો તુરંત વન્ય પ્રાણીને તુરંત રેસ્ક્યુ કરવું તેમજ વાહન ચાલકને પકડવામાં સરળતા રહે છે. આ સ્પીડ મોનીટરીંગ સિસ્ટમમાં ત્રણ પ્રકારના કેમેરા મુકવામાં આવ્યા છે, જેમાં એક પીટીજન, બીજો એએનપીઆર અને ત્રીજું ઓપ્ટીકલ કેમેરા લાગ્યા છે, સ્પીડ મોનીટરીંગ સીસ્ટમમાં કેદ થયેલી તસ્વીરો અને વિડીયોના ડેટાને સાસણ ખાતેના હાઈટેક યુનિટમાં ટ્રાન્સમિશન કરવા ફાયબર ઓપ્ટીક્સ મદદરૂપ થાય છે.

રેલવે ટ્રેક સિંહોની અવર-જવર સમયે સાઈન બોર્ડ

જૂનાગઢ : સિંહોના સંરક્ષણ માટે એઆઈ બેઇઝ્ડ ટેકનોલોજી સેન્સર બેઇઝ કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, ખાસ કરીને રેલ્વે ટ્રેક ઉપર સિંહોની અવર-જવર સમયે અગાઉથી આ સિસ્ટમ નજીકના કંટ્રોલ સેન્ટરને એલર્ટ કરી આપે છે. અને તેના પરિણામે ટ્રેનને અટકાવવા મેસેજ પાસ કરવામાં આવે છે. સીસીએફ્એ કહ્યું કે, જેટલા રેલ્વે ટ્રેક છે, જ્યાં સિંહોના મોતની ઘટના બની છે, તે સહિતના સ્થળે એઆઈ બેઇઝ્ડ ટેકનોલોજીથી સજ્જ કેમેરા રહેશે. તેમાં વન્ય પ્રાણીઓની અવર-જવર કેદ થાય છે, તેની મુવમેન્ટથી ટ્રેન કેટલી નજીક છે, તેનું અંતર જાણવા મળે છે, અને તે વિગતો કંટ્રોલ સેન્ટરને મળે છે, અને ત્યાંથી એલર્ટ મેસેજ આપવામાં આવે છે, કોઈનાથી મેસેજ નજરે ના ચડે તો, ટ્રેક પાસે ઉભા કરાયેલા સાઈન બોર્ડમાં મેસેજ ડિસ્પ્લે થાય છે. તેનાથી સ્ટાફ્ એલર્ટ થાય છે,


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button