Junagadh: કોલકતામાં મહિલા તબીબની હત્યાનો વિરોધ, મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી
- વિદ્યાર્થીઓ અને તબીબોએ કેન્ડલ માર્ચ યોજી કર્યો વિરોધ
- મેડિકલ કોલેજથી મજેવડી ગેટ સુધી કાઢી કેન્ડલ માર્ચ
- હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માગ
કોલકતામાં મહિલા તબીબની હત્યાનો વિરોધ સમગ્ર દેશભરમાં થઈ રહ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે જુનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબોએ કેન્ડલ માર્ચ યોજી હતી.
મેડિકલ કોલેજથી મજેવડી ગેટ સુધી કાઢી કેન્ડલ માર્ચ
જુનાગઢ GMERS મેડિકલ કોલેજમાં કેન્ડલ માર્ચ યોજીને વિદ્યાર્થીઓ અને તબીબોએ હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માગ કરી છે. તમને જણાવી દઈએ કે મેડિકલ કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને GMERS મેડિકલ કોલેજથી મજેવડી ગેટ સુધી આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.
ગઈકાલે દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી મહિલા ડૉક્ટરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે
તમને જણાવી દઈએ કે ગઈકાલે કોલકાતામાં દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી મહિલા ડૉક્ટરના પરિવારજનોને પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપી દીધો હતો. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પીડિતાનું ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. તે પહેલા મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ તેનું બે વખત ગળું દબાવી દીધું હતું અને સવારે 3થી 5 દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું.
શું હતી સમગ્ર ઘટના?
આ રેપ અને હત્યાની ભયાનક ઘટના 8-9 ઓગસ્ટની મોડી રાત્રે બની હતી, જ્યારે કોલકાતાની ‘રાધા ગોવિંદ કાર મેડિકલ કોલેજ’માંથી ટ્રેઈની મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. આ ડોક્ટરની ઉંમર આશરે 31 વર્ષ હતી, તે દિવસે મહિલા અન્ય ત્રણ ડોક્ટરો સાથે નાઈટ ડ્યૂટી પર હતી. જેમાંથી બે ડોકટર ચેસ્ટ મેડીસીન વિભાગના હતા અને એક ટ્રેઈની હતી. તે રાત્રે આ તમામ ડોકટરો અને સ્ટાફે એકસાથે મળીને રાત્રે ભોજન કર્યું હતુ. ત્યારબાદ મહિલા ડૉક્ટર રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલના સેમિનાર હોલમાં સૂવા માટે ગઈ હતી. આ પછી સંજય રોય પાછળની બાજુથી સેમિનાર હોલમાં આવ્યો હતો અને પહેલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને ત્યારબાદ નિર્દયતાથી હત્યા કરી હતી.
Source link