જૂનાગઢમાં સમી સાંજે બાઈક પર આવેલા બે શખ્સોએ 27 લાખની લૂંટ ચલાવી ફરાર થયા. અજાણ્યા બે શખ્સોએ છરી બતાવીને લૂંટ ચલાવી હતી. આ ઘટના ખોજાવાડ વિસ્તારમાં બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. શંકાસ્પદ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા. સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરુ કરી.
અમદાવાદના પોશ વિસ્તાર શેલામાં લૂંટની ઘટના બની હતી
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર શેલામાં લૂંટની ઘટના બની હતી. જેમાં શેલાના વ્રજ હોમ્સમાં મહિલાને ગળાના ભાગે છરી મૂકીને દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. જ્યારે મહિલા ઘરમાં એકલી હતી ત્યારે પાંચ લૂંટારૂઓ ઘરમાં આવ્યા અને 4.54 લાખના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
દિવાળી નજીક આવતા લૂંટારૂઓ જાણે સક્રિય થયા હોય તેમ અમદાવાદના પોશ વિસ્તાર શેલામાં ફરી લૂંટની ઘટના સામે આવી હતી. નાની-મોટી લૂંટ અનેકવાર બનતી હોય છે. શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ ઘરમા ધુસી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયા. 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. મહિલા ગભરાઈ ગઇ હતી અને ત્યારબાદ આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
લૂંટની ઘટનાથી સ્થાનિકોમા ભય
શેલામાં લૂંટની ઘટનાથી વ્રજ હોમ્સના સ્થાનિકો ગભરાઈ ગયા છે. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે ડોગ સ્કવોડની મદદ લઈને તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈ જાણભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસનુ પ્રાથમિક અનુમાન છે. પોલીસે રોડ પરના સીસીટીવી ફુટેજ લઈ આ સમગ્ર ઘટનામાં તપાસનો દોર શરૂ કર્યો છે.
Source link