![Junagadhની ઉબેણ નદી બની અત્યંત પ્રદૂષિત, ડાઈંગના ગંદા પાણી છોડાતા ગ્રામજનોને હાલાકી Junagadhની ઉબેણ નદી બની અત્યંત પ્રદૂષિત, ડાઈંગના ગંદા પાણી છોડાતા ગ્રામજનોને હાલાકી](https://i2.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/12/28/pIOkbWWHQqV62bHUyuoHMBhsbGvJy3cbRUs0UL0A.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
જેતપુર ડાઈંગ એસોસિએશનના પાપીઓ રાજકીય ઓથથી નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે અને બેફામ બની લાખો લોકોની આજીવિકા, સ્વાસ્થ્યની પણ પરવાહ કર્યા વગર કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડી રહ્યા છે.જૂનાગઢની ઉબેણ નદી પ્રદૂષિત થતા 100થી વધુ ગામડાઓનો ભોગ લેવાઈ રહ્યો છે.
કેમિકલયુકત પાણી છોડાય છે
જુઓ આ છે જુનાગઢ જિલ્લાની ઉબેણ નદી,જુનાગઢ જિલ્લાથી શરૂ કરી આ નદી ધેડ પંથક સુધી ફેલાયેલી છે જેની આસપાસ અંદાજિત 100 થી વધુ ગામડાઓને સ્પર્શે છે પરંતુ આ નદીનું પાણી નથી પીવા લાયક કે નથી ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય કારણકે જેતપુર ડાઈંગ એસોસિએશન દ્વારા કેમિકલ યુક્ત પાણી આ નદીમાં છોડવામાં આવે છે લાખો લિટર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નદી આસપાસની ખેતીમાં ઉત્પાદન ઓછું થઈ ગયું છે.
સ્થાનિકોને રોગ થવા લાગ્યા
ગામડાઓમાં કેન્સર, ચામડીના રોગમાં વધારો થયો છે પ્રદૂષિત પાણીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ છેલ્લા 12 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ આજદિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ખેતીની જમીન અને લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે તે અંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા છે.
તાત્કાલિક નિર્ણય લેવાય તેવી માગ ઉઠી
પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે કે પ્રદૂષણ ને અટકાવવા અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે માત્ર કાગળો ઉપર વાતો કરી અધિકારીઓ પ્રજાને ઉલ્લુ બનાવે છે.ફરિયાદ નિવારણ કાર્યકમ માં પણ આ સવાલ ને મૂકવામાં આવ્યો છે.આમ, પ્રદૂષણના પાપીઓ બેફામ બની કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નદી સુકાતી જાય છે અને તેનું પાણી ઉપયોગમાં લેવા જેવું રહ્યું નથી તો સરકાર તાત્કાલિક ઉકેલ લાવે તેવી માગણી ઉઠી છે.
Source link