આમિર ખાનનો પુત્ર અને બોલીવુડ અભિનેતા જુનૈદ ખાન તેની આગામી ફિલ્મ લવયાપાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જુનૈદ ખાન અને ખુશી કપૂરની જોડી રૂપેરી પર્દે જોવા મળશે. પણ શું તમે જાણો છો જુનૈદ દિલ તૂટવાનું દર્દ સહન કરી ચુક્યા છે. આ સ્થિતીને તેઓએ કેવી રીતે સંભાળી હતી. તે અંગે જુનૈદ ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ. માત્ર 16 વર્ષની ઉંમરમાં જ જુનૈદ પ્રેમમાં પડ્યા હતા.
લવ એટ ફર્સ્ટ સાઇટમાં તૂટ્યુ દિલ
જુનૈદ ખાન અંગત જીવનની વાત કરતા જણાવે છે કે, તેઓ પણ પ્રેમનો અહેસાસ કરી ચુક્યા છે. માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ પ્રેમ અક તરફી હતો. તેથી વધુ સમય ચાલ્યો ન હતો. અને સંબંધ પર વહેલી તકે જ પૂર્ણ વિરામ લાગી ગયુ હતુ. જુનૈદે વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓ શાયર હતા અને આ મામલે વધુ કઇં બોલી શક્યા ન હતા. મારુ દિલ તૂટ્યુ હતુ અને મેં બહુ જ ખરાબ શાયરી લખી હતી. તો સાથે જ પોતાની ફન સાઇડ રીવીલ કરતા તેઓએ કહ્યુ હતુ કે, તેઓએ એકવાર ચોરીનો પણ પ્લાન બનાવ્યો હતો. તેમના મહિલા મિત્રના લગ્નમાં તેઓએ વરરાજાના બુટ ચોરી કર્યા હતા. આ ચોરીમાં તેમને 21 હજાર રૂપિયા અપાયા હતા. પરંતુ અન્ય મહિલા મિત્રોએ આ રૂપિયા લિ લીધા હતા. અને અમને કઇં જ હાથ લાગ્યુ ન હતુ. કારણે અમે ચોરીની પ્લાનિંગમાં ખૂબ ઉંડાણપૂર્વક ઉર્તાય હતા.
અભિનેતા હોવા છતાં સ્પોર્ટ લાઇટથી દુર
જુનૈદ ખાન, આમિર ખાનનો પુત્ર અને બોલીવુડ અભિનેતા હોવા છતાં સાદગીભર્યુ જીવન જીવે છે. અને સ્પોર્ટ લાઇટથી દુર રહે છે. જુનૈદે વર્ષ 2024માં મહારાજ ફિલ્મથી બોલીવુડમાં પદાપર્ણ કર્યુ હતુ. મહારાજ ફિલ્મ ઓટીટી પર આવી હતી. અને દર્શકોએ આ ફિલ્મની સાથે જુનૈદનો અભિનય ખૂબ પસંદ કર્યો હતો. હવે થિયેટરોમાં જુનૈદ ખાન અને ખુશી કપૂરની આગામી ફિલ્મ લવયાપા આવવાની છે. જેના પર સૌ કોઇની નજર છે. અભિનય શરુ કરતા પહેલા જુનૈદ પિતા આમિર ખાનની ફિલ્મ પીકેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે. પ્રથમ સેલરી તરીકે જુનૈદને 25 હજાર રૂપિયા મળ્યા હતા.
Source link