શિયાળાની શરૂઆત સાથે જ કુદરતી વસંત પુરબહારમાં ખીલી ઉઠે છે. લીલીછમ વનરાજી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે પ્રજાજીવનની સાથે વન્યજીવન પણ મહેંકી ઉઠયું છે. આવા મનોહર માહોલામાં મહેસાણા જિલ્લાના થોળ પક્ષી અભ્યારણ્યમાં દર વર્ષે વિદેશી યાયાવર પક્ષીઓ મહેમાન બનીને આવતા હોય છે.જેમાં ઠંડીની શરુઆત થતા વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન શરુ થઈ ગયું છે અને ડિસેમ્બર અંત સુધીમાં હજ્જરો વિદેશી પક્ષીઓ થોળ પક્ષી અભયારણ્ય ખાતે મહેમાન બનીને રહે છે. અત્યારે હાલમાં થોળ પક્ષી અભયારણ્ય ખાતે 75થી વધુ પ્રજાતિના 50 હજારથી વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બની આવી ચુક્યા છે. જેમાં પેલિકન, ફ્લેમિંગો, કોમનર્દેન, સારસ, સામાન્ય ક્રેન, બાર હેડેડ હસ, ગ્રેલેગ હસ, સામાન્ય ફૂટ, સ્પૂનબિલ, સામાન્ય પોચાર્ડ, ગ્લોસી આઈબીસ, પેઇન્ટેડ સ્ટોર્ક, ગ્રેલેગુસ(રાજહંસ તેમજ વિવિધ પ્રકારના બતક સહિત દેશી પક્ષીઓને તળાવના પાણીમાં ડૂબકી મારીને ખોરાકને લપકતાં જોવાનો લ્હાવો માર્ચ મહિના સુધી જોવા મળશે.
ઠંડીની મોસમ જામતા થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી યાયાવર પક્ષીઓનો મેળાવડો જામ્યો
થોળ પક્ષી અભ્યારણમાં હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ મહેમાન બનતા કડી તાલુકાના થોળ અભયારણ્યના RFO વિજયના જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં ઠંડા પ્રદેશોમાં વધુ ઠંડીના લીધે પક્ષીઓના ખોરાક થીજી જતા સ્થળાંતર કરવાની ફરજ પડતા પોતાના રહેણાંક છોડી ઓછા ઠંડા પ્રદેશોમાં જતા હોય છે. ગુજરાત પક્ષીઓના સ્થળાંતરના માર્ગમાં આવતા યાયાવર પક્ષીઓ શિયાળાની ઋતુમાં ગુજરાતના મહેમાન બનતા હોય છે. ઠંડીની મોસમ જામતા કડી તાલુકાના થોળ પક્ષી અભ્યારણમાં યાયાવર પક્ષીઓનો મેળાવડો જામેલો જોવા મળે છે.
ગત વર્ષે જીપીએસ લગાવેલા 4 કુંજ પરત આવ્યાં
થોળ પક્ષી અભ્યારણમાં નાની ડુબકીઓ, કુંજ, ગાજ હંસ, રાજહંસ, ગડેરા જેવા 75થી વધુ પ્રજાતિના 45 થી 50 હજાર યાયાવર પક્ષીઓ હાલ થોળ ખાતે આવી પહોંચ્યા છે. વિશ્વના અલગ અલગ દેશો કઝાકીસ્તાન, અફ્ઘાનિસ્તાન થઈ રાજહંસ જેવા પક્ષીઓ હિમાલયના એવરેસ્ટ શિખરને પાર કરીને અભ્યારણમાં મહેમાન બને છે. ફેરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સંશોધન હેતુ ગયા વર્ષે કુલ 4 કુંજ પક્ષીઓને GPS લગાવેલ. જે ચારેય કુંજ પક્ષીઓ હાલમાં ફરી મહેમાન બન્યા છે. આશરે 10,000 કરતા પણ વધુ કિલોમીટરનું અંતર કાપીને કડીના થોળ પક્ષી અભ્યારણના મેહમાન બન્યા છે.
Source link