ENTERTAINMENT

50 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ છે કાજોલ? બેબી બમ્પનો વીડિયો વાયરલ, જાણો સત્ય

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ અને સિંઘમ અગેન એક્ટર અજય દેવગનની પત્ની સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે કે કાજોલ પ્રેગ્નેન્ટ છે.

કાજોલ અજય દેવગનના ત્રીજા સંતાનની માતા બનવા જઈ રહી છે. આ વીડિયો જોઈને કાજોલના ફેન્સ પણ ખૂબ જ હેરાન છે. 50 વર્ષની એક્ટ્રેસ આ ઉંમરે માતા બનવા જઈ રહી છે તે વાત પર કોઈ વિશ્વાસ નથી કરી શકતું. તમને જણાવી દઈએ કે વાઈરલ વીડિયોનું સત્ય શું છે. શું કાજોલ ખરેખર પ્રેગ્નન્ટ છે કે પછી આ માત્ર અફવા છે. જ્યારે સત્ય એ છે કે કાજોલ ગર્ભવતી નથી. આ ડ્રેસમાં કાજોલના પેટની ફેટ દેખાઈ રહી હતી.

કાજોલનો વીડિયો વાયરલ

કાજોલ બોલીવુડની જાણીતી એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે તેના ઘર તરફ જઈ રહી હતી અને ઘણી ગુસ્સામાં જોવા મળી હતી. આ પછી હવે કાજોલનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાજોલ હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે એવો ડ્રેસ પહેર્યો હતો, જેને જોઈને યૂઝર્સ કહેવા લાગ્યા કે કાજોલ પ્રેગ્નન્ટ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાજોલ ગ્રે કલરની ચમકદાર ડ્રેસ પહેરેલી જોવા મળે છે, જે ખૂબ જ ટાઈટ છે, આ સાથે તેણે હાઈ હીલ્સ પણ પહેરી છે. કાજોલનો ડ્રેસ ખૂબ જ ટાઈટ લાગે છે, જેના કારણે તેનું પેટ એકદમ દેખાઈ રહ્યું છે. જેના કારણે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

 

કાજોલના ડ્રેસ પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ

સોશિયલ મીડિયા પર કાજોલને આ રીતે જોઈને યુઝર્સ પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, અભિનંદન, જુનિયર દેવગન આવી રહ્યો છે. બીજા યુઝરે લખ્યું છે કે ’50 વર્ષની ઉંમરે ત્રીજી વખત માતા બનવા બદલ અભિનંદન.’ અન્ય યુઝરે લખ્યું છે કે આ બધુ બકવાસ છે, કાજોલ જી પ્રેગ્નેન્ટ નથી. અન્ય એક યુઝરે લખ્યું છે કે કાજોલ જી, તમે અમારા ફેવરિટ છો, પરંતુ અમને તમારો ગુસ્સો બિલકુલ પસંદ નથી. કાજોસ પ્રેગ્નેન્ટ નથી, યૂઝર્સ તેના ચુસ્ત ડ્રેસને કારણે આવું કહી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. કારણ કે સોશિયલ મીડિયા પર કાજોલના એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button