ENTERTAINMENT

કંતારાના રિષભ શેટ્ટી, નીના ગુપ્તા અને મિથુન ચક્રવર્તીને મળ્યો નેશનલ એવોર્ડ

થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે બોલીવુડના દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મનોજ બાજપેયીની ફિલ્મ ‘ગુલમહોર’ને પણ વિશેષ બેસ્ટમાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

હવે તાજેતરમાં જ મંગળવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર તમામને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ સમારોહમાં કરણ જોહર, અયાન મુખર્જી, સૂરજ બડજાત્યા, મિથુન ચક્રવર્તી, નીના ગુપ્તા અને રિષભ શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. કઈ ફિલ્મો, કલાકારો, સંગીતકારો અને ટેકનિશિયનને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા,

રિષભ શેટ્ટીએ કંતારા માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો

કંતારા વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. મૂળ ભાષા સિવાય કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મે પાન ઈન્ડિયામાં પણ ઘણી પ્રશંસા મેળવી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી. આ ફિલ્મનો લીડ એક્ટર રિષભ શેટ્ટી હતો.

તેણે માત્ર ફિલ્મમાં જ અભિનય કર્યો ન હતો, પરંતુ તેની સાથે તેને દિગ્દર્શનની જવાબદારી પણ સંભાળી હતી. હવે આ ફિલ્મમાં તેમના અભિનય માટે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપ્યો હતો. તેની ફિલ્મ ‘કંતારા’ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો ખિતાબ પણ મળ્યો હતો.

તેને વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા

બેસ્ટ ફિલ્મ ક્રિટિક – દીપક દુઆ હિન્દી રૂ. 1 લાખ અને સ્વર્ણ કમલ

બેસ્ટ બુક ઓફ સિનેમા – કિશોર કુમાર, ધ અલ્ટીમેટ બાયોગ્રાફી, અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને પાર્થિવ ધર

નોન ફીચર ફિલ્મ – બિરુબાલા (આસામ) હરીગીલા આસામ

બેસ્ટ સ્ક્રિપ્ટ – મોનો નો અવેર – કૌશિક સરકાર

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર – ફુરસત હિન્દી વિશાલ ભારદ્વાજ

બેસ્ટ ડાયરેક્શન – ફોર્મ ધ શેડો (મરિયમ ચૈંડી)

બેસ્ટ શોર્ટ ફિલ્મ (30 મિનિટ) – ઔન્યતા (આસામ)

બેસ્ટ નોન ફીચર સોશિયલ અને પર્યાવરણીય વેલ્યૂ – ઓન ધ બ્રિંક સીઝન 2 – ગરિયાલ

બેસ્ટ ડોક્યુમેન્ટરી- મોનસ્ટર્સ ઓફ ધ જંગલ (મરાઠી)

ફીચર ફિલ્મ સેક્શન

બેસ્ટ ફીચર ફિલ્મ- અટ્ટમ ધ પ્લે મલયાલમ

બેસ્ટ હિન્દી ફિલ્મ- ગુલમોહર

બેસ્ટ એક્ટર લીડિંગ રોલ – ઋષભ શેટ્ટી કંતારા

બેસ્ટ અભિનેત્રી- નિત્યા મેનન- ત્રિચિત્રંબલમ, માનસી પારેખ – (કચ્છ એક્સપ્રેસ)

બેસ્ટ ફિલ્મ ઈન AVGC – બ્રહ્માસ્ત્ર પાર્ટ 1

બેસ્ટ સિનેમેટોગ્રાફી- પીએસ-1

બેસ્ટ અભિનેત્રી સપોર્ટિંગ રોલ – નીના ગુપ્તા (ઉંચાઈ)

બેસ્ટ અભિનેતા સપોર્ટિંગ રોલ – પવન રાજ મલ્હોત્રા (ફૌજા)

બેસ્ટ સિંગર મેલ – અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર)

બેસ્ટ સિંગર ફીમેલ – બોમ્બે જયશ્રી (સૌધિ વેલ્લાક્કા) મલયાલમ ફિલ્મ

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કંતારા

બેસ્ટ સંગીત નિર્દેશક- પ્રીતમ

બેસ્ટ ગીત- ફૌજા (હરિયાણવી ફિલ્મ)

બેસ્ટ મ્યુઝિક બેકગ્રાઉન્ડ – એઆર રહેમાન

બેસ્ટ દિગ્દર્શન- સૂરજ બડજાત્યા (ઊંચાઈ)

બેસ્ટ સ્પેશિયલ મેન્શન કેટેગરી – મનોજ બાજપેયી (ગુલમોહર) કાંધિકન મલયાલમ મૂવી (મ્યુઝિક ડાયરેક્ટર) સંજય સલિલ ચૌધરી

બેસ્ટ ટીવી ફિલ્મ- સિકાસલ

બેસ્ટ તેલુગુ ફિલ્મ- કાર્તિકેય 2

બેસ્ટ તમિલ ફિલ્મ- પોન્નીયિન સેલવાન-1

બેસ્ટ પંજાબી ફિલ્મ- ભાગી ધી દી

બેસ્ટ ઉડિયા ફિલ્મ- દમણ

બેસ્ટ મલયાલમ ફિલ્મ- સૌધિ વેલ્લક્કલ

બેસ્ટ મરાઠી ફિલ્મ- વાલવી

બેસ્ટ કન્નડ ફિલ્મ- KGF ચેપ્ટર 2 – બેસ્ટ એક્શન ડાયરેક્શન

દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવતી વખતે મિથુન દા થયા ભાવુક

હિન્દી સિનેમાના મૂળ ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી 50 વર્ષથી વધુ સમયથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. વર્ષ 1976માં તેણે ફિલ્મ ‘મૃગયા’થી ડેબ્યૂ કર્યું હતું. એક્ટરને તેની પહેલી જ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે તેમને ફરી એકવાર એ જ સન્માન મળ્યું છે.

એક્ટરને ઉદ્યોગમાં તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેને મેળવીને તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે એક્ટરે પોતાની આખા કરિયરમાં વિવિધ ભાષાઓમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button