ટૉપ ન્યૂઝદેશ-વિદેશ

Uttarakhand Accident: 40 વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ

ઉત્તરાખંડના હલ્દ્વાનીના જયપુર બીસા ગામમાં ગુરુવારે એક ગંભીર બસ અકસ્માત બન્યો હતો. એક ખાનગી શાળાની બસ અચાનક બેકાબૂ બનીને રોડ પરથી ઉતરી નાળામાં ખાબકી ગઈ. બસમાં આશરે 40 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 12થી વધુ બાળકો ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ડ્રાઈવર અને કંડક્ટરને પણ ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત બનતાની સાથે જ સ્થાનિક લોકોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. બસના કાચ તોડી બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટના બરેલી રોડ પર જયપુર બીસા ગામ પાસે બની હતી. બસ રામપુર રોડ પરથી વિદ્યાર્થીઓને લઈ શાળાની તરફ જતી હતી, ત્યારે ચાર રસ્તા નજીક બીજી બસને સાઈડ આપતી વખતે કાબૂ ગુમાવ્યો હતો અને નાળામાં ખાબકી ગઈ હતી.

બસ ડ્રાઈવરની બેદરકારી પર આક્ષેપ

ગામના સરપંચ રમેશચંદ્ર જોશીએ આ દુર્ઘટનાનું કારણ બસ ડ્રાઈવરની બેદરકારી હોવાનું જણાવ્યું છે. તેમના કહેવા મુજબ, આ ડ્રાઈવર વારંવાર નશાની હાલતમાં બસ ચલાવતો હતો. અગાઉ પણ આવા અકસ્માતો બન્યા હોવા છતાં શાળાના વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. સરપંચે વધુમાં જણાવ્યું કે, સદનસીબે નાળામાં પાણી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button