ENTERTAINMENT

કરીના કપૂરે સૈફ પહેલા ‘સાજિદ’ સાથે કર્યા લગ્ન! જાણો શું છે સત્ય

બોલીવુડ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરે તાજેતરમાં જ તેમની 12 મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ કપલના લગ્ન 16 ઓક્ટોબર 2012ના રોજ થયા હતા. પરંતુ શું તમે જાણો છો કે કરીનાએ સૈફને બદલે સાજિદ સાથે લગ્ન કર્યા છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલીવુડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. જ્યારે બંનેએ લગ્ન કર્યા ત્યારે લોકોએ અનેક સવાલો ઉભા કર્યા હતા. અન્ય ધર્મમાં લગ્ન કરવા બદલ એક્ટ્રેસને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ સૈફ સાથે લગ્ન કરતા પહેલા કરીનાએ સાજિદ સાથે લગ્ન કર્યા હતા.

સૈફ અને કરીના વચ્ચે ઉંમરમાં 11 વર્ષનો તફાવત

મીડિયા રિપોર્ટ્સ મુજબ સૈફ અલી ખાન અને કરીના કપૂર વચ્ચે ઉંમરમાં 11 વર્ષનો તફાવત છે. તે ઘણીવાર પોતાના બાળકો સાથે રજાઓ એન્જોય કરતા જોવા મળે છે. જ્યાં કરીના ઘણીવાર સોશિયલ મીડિયા પર હોલિડેની તસવીરો શેર કરતી રહે છે, તો બીજી તરફ સૈફ તેના બાળકો સાથે સમયનો એન્જોય કરે છે.

સૈફના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા પરંતુ વર્ષ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ કપલને ઈબ્રાહિમ અને સારા અલી ખાન નામના બે બાળકો છે. અમૃતાથી અલગ થયા બાદ સૈફે કરીના કપૂરને લગભગ 5 વર્ષ સુધી ડેટ કરી હતી.

‘ટશન’ના સેટ પર બંનેને થયો પ્રેમ

સૈફ અલી ખાન અને કરીના કપૂર અલગ-અલગ ધર્મના છે. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. સૈફ અને કરીના પહેલીવાર ફિલ્મ ‘ટશન’ના સેટ પર મળ્યા હતા. સૈફ અલી ખાન શૂટિંગ દરમિયાન કરીના કપૂરના પ્રેમમાં પડી ગયો હતો. બંને ટશનના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. સેટ સિવાય સૈફ અને કરીના ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા, ત્યારપછી તેમના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી.

આ પહેલા કરીના અને સૈફે ફિલ્મ ‘ઓમકારા’માં પણ સાથે કામ કર્યું હતું. કરીના અને સૈફે 2007 થી 2012 સુધી એકબીજાને ડેટ કર્યા હતા. આ પછી બંનેએ 16 ઓક્ટોબર 2012ના રોજ રજિસ્ટર્ડ લગ્ન કરી લીધા હતા. બંનેએ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા.

કાગળો પર સૈફનું નામ સાજિદ

કાગળો પર સૈફ અલી ખાનનું નામ સાજિદ અલી ખાન લખેલું છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને જે મેરેજ પેપર પર સહી કરી હતી તેમાં સૈફનું નામ સાજિદ હતું. રિપોર્ટ્સનું માનીએ તો સૈફ અલી ખાનનું સાચું નામ પણ સાજિદ અલી ખાન હોવાનું કહેવાય છે.

સૈફ અલી ખાન રાજવી પટૌડી પરિવારનો છે, કારણ કે સૈફ નવાબ છે, તેથી તેને સત્તાવાર રીતે સાજિદ અલી ખાન પટૌડી તરીકે ઓળખવામાં આવે અને સૈફ તેનું હુલામણું નામ છે. કેટલાક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટને આધારે લખવામાં આવ્યા છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button