કરજણના પ્રોફેસર ડો. રજનીકાંત એસ. શાહની ભારતીય અનુવાદ પરિષદ – નવી દિલ્હી દ્વારા વર્ષ 2024-2025 માટે ડો.ગાર્ગી ગુપ્ત અનુવાદ શ્રી માટે પસંદગી થતાં સંસ્થા દ્વારા સન્માનિત કરાશે.
ભારતીય અનુવાદ પરિષદ’ નવી દિલ્હી દ્વારા દર વર્ષ અનુવાદના ક્ષેત્રે ઉલ્લેખનીય કાર્યો (1) નાતાલિ, (2) ડો.ગાર્ગી ગુપ્ત દ્વિવાગિશ તથા ડો. ગાર્ગી ગુપ્ત અનુવાદ-શ્રી તરીકે અપાતા રાષ્ટ્રીય સન્માન અને પુરસ્કારોની ગરિમાપુર્ણ શૃંખલામાં પુરસ્કૃત અને સન્માનિત કરનારા અનુવાદ સેવીના નામો જાહેર કરી દેવાયાં છે. આ પુરસ્કાર હિન્દીમાં રચિત અનુવાદ- સિદ્ધાંત અને કળા વિષયક મૌલિક પુસ્તકને દર વર્ષ (કોઈ એક લેખકને) આપવામાં આવે છે. યોગ્ય પાત્રોને પસંદ કરવા માટે સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા વિભિન્ન સાહિત્ય અને ભાષાઓના પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ વિદ્વાનોની રચાયેલી એક સમિતિ દ્વારા સર્વસંમ્મતિથી વડોદરા જિલ્લાના કરજણ ખાતે રહેતા ડો. રજનીકાંત એસ. શાહ ની વર્ષ 2024-2025 માટે ડો.ગાર્ગી ગુપ્ત અનુવાદ શ્રી માટે પસંદ કરવામાં આવી છે. જેના આયોજિત એક ભવ્ય સમારંભમાં આ પુરસ્કારઅંતર્ગત તેમનું શાલ ઓઢાડી પ્રશસ્તિ-પત્ર, પ્રતીક ચિહન તથા અવિસ્મરણીય સન્માન આપવામાં આવનાર હોય પરિવાર, સમાજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
Source link