NATIONAL

Karnatak ભાજપના સાંસદોએ રાજ્યની જનતા સાથે દગો કર્યો: મુખ્યમંત્રી સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રવિવારે કર્ણાટક ભાજપના સાંસદોને નિશાન બનાવ્યા હતા.  ટેક્સ વિતરણમાં રાજ્યને થતા અન્યાય સામે અવાજ ન ઉઠાવવા બદલ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યને કર વિતરણમાં 6,498 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશને 31,987 કરોડ રૂપિયા મળ્યા છે. આ બંને રાજ્યો વચ્ચે ટેક્સ ડિવોલ્યુશનમાં મોટો તફાવત છે. 

કર્ણાટક ભાજપના સાંસદોએ જનતા સાથે દગો કર્યો

કેન્દ્ર દ્વારા કરના વિતરણને લઈને કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર બાદ હવે સીએમ સિદ્ધારમૈયાએ કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યના બીજેપી સાંસદોને નિશાન બનાવ્યા છે. સીએમએ કહ્યું કે, કર્ણાટક ભાજપના સાંસદોએ રાજ્યની જનતા સાથે દગો કર્યો છે.

કેન્દ્ર સરકારને સવાલ કરતાં સિદ્ધારમૈયાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશને કર વિતરણમાં 31,962 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બિહારને રૂ. 17,921 કરોડ મળ્યા છે, મધ્યપ્રદેશને 13,987 કરોડ રૂપિયા અને રાજસ્થાનને 10,737 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, કેમ? શું કર્ણાટકના પરસેવા અને પરિશ્રમથી એવા રાજ્યોના વિકાસને વેગ મળવો જોઈએ કે જેઓ કુશાસનને કારણે પાછળ રહી ગયા છે?

અન્યાય સામે અવાજ ઉઠાવવાની જરૂર

સિદ્ધારમૈયાએ લોકોને અપિલ કરતા તહ્યુ કે, કર્ણાટક સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. કેન્દ્ર સરકારને ટેકો આપતા ભાજપના નેતાઓ રાજ્યની જનતા સાથે દગો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાંથી  લોકસભામાં ગયેલા સાંસદોએ પોતાનો અવાજ ઉઠાવવાની જરૂર છે, જે તેમણે કર્યું નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યને પાંચ વર્ષમાં ટેક્સ વિતરણમાં રૂ. 60,000 કરોડનું નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમના કેબિનેટ સાથીદારો સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે.

વધુમાં, તેમણે હુબલીમાં લઘુમતી સમુદાયના તોફાનીઓને માફી આપવાના કેબિનેટના નિર્ણય પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, જ્યારે ભાજપ સત્તામાં હતુ, ત્યારે RSSના ઘણા નેતાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય

ઉલ્લેખનિય છે કે, કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગુરુવારે 16 એપ્રિલ, 2022 ના રોજ હુબલી શહેરમાં પોલીસકર્મીઓ પર પથ્થરો વડે હુમલો કરનાર ટોળા સામે નોંધાયેલ ફોજદારી કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે, આ તે 43 મામલામાંથી એક છે જેને રાજ્ય કેબિનેટે ગુરુવારે તેની બેઠકમાં અંજુમન-એ-ઈસ્લામ દ્વારા ગૃહ પ્રધાન જી પરમેશ્વરાને આપવામાં આવેલી અરજી બાદ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો.

ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસે કસ્ટડીમાં લીધા

હુબલીમાં સીએમ સિદ્ધારમૈયાને મેમોરેન્ડમ આપવા માટે એકઠા થયેલા ભાજપના નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ ભાજપના નેતાઓ પોલીસ પર હુમલો કરનારા હુબલી તોફાનીઓ સામેના કેસ પાછા ખેંચવાના કેબિનેટના નિર્ણય સામે મેમોરેન્ડમ સબમિટ કરવા માટે એકઠા થયા હતા.

કર્ણાટક સાથે અન્યાય થયો

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે શનિવારે ફંડ ફાળવણી મુદ્દે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ટેક્સ વિતરણમાં કર્ણાટકને ઓછું ભંડોળ ફાળવીને અન્યાય કર્યો છે. અમે તેની સામે લડીશું. આ સાથે તેમણે આ મુદ્દે મૌન રહેવા બદલ ભાજપના સાંસદો અને રાજ્યના કેન્દ્રીય મંત્રીઓ પર પ્રહારો કર્યા હતા અને તેને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, કર્ણાટક સાથે અન્યાય થયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button