- દક્ષિણ દેવરી પાસે માતા વૈષ્ણોદેવી રોડ પર ભૂસ્ખલન
- વૈષ્ણોદેવી રૂટ પરની મુસાફરી બંધ કરી દેવામાં આવી
- ભૂસ્ખલનને કારણે યાત્રાનો માર્ગ બ્લોક થઈ ગયો
જમ્મુ-કાશ્મીરમાં દક્ષિણ દેવરી પાસે માતા વૈષ્ણો દેવી રોડ પર ભૂસ્ખલન થયું હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે આ રૂટ પરની મુસાફરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે કટરામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એકાએક ભૂસ્ખલનને કારણે યાત્રાનો માર્ગ બ્લોક થઈ ગયો હતો. ત્યારે વહીવટીતંત્રે આ માર્ગને અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે અને શ્રદ્ધાળુઓ માટે વૈકલ્પિક માર્ગ ખોલ્યો છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ ભૂસ્ખલન સ્થળ પર પહોંચી ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ અતિશય વરસાદની ચેતવણી
મહત્વનું કહી શકાય કે , ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ અતિશય વરસાદની ચેતવણી જારી કરી છે. માતા વૈષ્ણો દેવીનું મંદિર કટરામાં ત્રિકુટા ટેકરી પર છે. ત્યાં 13 સેમી વરસાદ નોંધાયો છે. IMD એ આ વિસ્તારમાં 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે ભૂસ્ખલનનો ભોગ બનતા શ્રદ્ધાળુઓ બચી ગયા હતા, પરંતુ તે રાહતની બાબત હતી. હવામાન વિભાગે પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં વરસાદને લઈને એડવાઈઝરી જારી કરી હતી.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જેમાં કહેવામાં આવ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અથવા તોફાન થઈ શકે છે. 16મીથી 20મી ઓગસ્ટ દરમિયાન સવારે વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં ભારે વરસાદ થશે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં 20 ઓગસ્ટ સુધી વરસાદ પડશે.સાથે જ અનેક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
Source link