GUJARAT

Kevadiya News: સાગબારા તા.માં સાડા પાંચ ઈંચ વરસાદ

  • દેડિયાપાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ, જિલ્લાના ડેમો ઓવરફ્લૉ થઈ જતાં સિંચાઈની રાહત
  • ગરૂડેશ્વરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો : નદી-નાળાં-તળાવો છલકાઈ ગયાં
  • રવિવારના રોજ પડેલા ભારે વરસાદને પગલે દેડિયાપાડાની ધામણ ખાડી બે કાંઠે વહેતી થઈ હતી.

નર્મદા જિલ્લામાં રવિવારના રોજ સવારના 6 કલાકે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન સાગબારા તાલુકામાં 138 મિ. મિ., ગરૂડેશ્વર તાલુકામાં 74 મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં 54 મિ.મિ., નાંદોદ તાલુકામાં 53 મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં 55 મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા 24 કલાકમાં 374 મી.મી. વરસાદ નોંધાયો છે. દેડિયાપાડા તાલુકામાં ચોવીસ કલાકમાં કુલ વરસાદ 2 ઇંચ વરસાદ ખાબકતાં અને હજુ પણ મેઘ મહેર વરસાદ ચાલુ હોવાથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં દેડિયાપાડા સહિત સમગ્ર તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દેડિયાપાડાની ધામણ ખાડી બે કાંઠે વહેતી થઈ હતી. દેડિયાપાડાની ધામણ ખાડી પરના પુલ ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. દેડિયાપાડાની ધામણ ખાડી પરના પુલનો એક બાજુનો ભાગ વરસાદથી ધોવાયો ગયો હતો. દેડિયાપાડા તાલુકામાં છેલ્લા સતત પડી રહેલા વરસાદના કારણે ધામણ ખાડી, તરાવનદી, દેવનદી બે કાંઠે વહેતી થઈ હતી.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ 135.03 મીટર, કરજણ ડેમ 109.94 મીટર, નાના કાકડીઆંબા ડેમ 187.95 મીટર અને ચોપડવાવ ડેમ187.50 મીટરની સપાટી છે. સાગબારા તાલુકા નાના કાકડી આંબા ડેમ અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયા હતા. 34 જેટલા ગામોને શિયાળું રવિપાકો માટે સિંચાઈના પાણી મળી રહેશે. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

ભારે વરસાદથી કરજણ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું

કેવડિયા કોલોની : ભારે વરસાદના પડવાના કારણે કરજણ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતાં કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાના કારણે કરજણ ડેમ પર પાણીની આવક વધી જતાં ડેમના 5 દરવાજા ખોલીને પાણી 54962 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કરજણ ડેમના ઉપરવાસમાં દેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ડેમમાં 64,869 ક્યુસેક પાણીની આવક થઈ જતાં કરજણ ડેમના 5 દરવાજા ખોલીને 54,962 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમ ની જળ સપાટી 110.39 મીટર પર પહોંચી કરજણ ડેમની મહત્તમ જળ સપાટી 116.10 મીટર છે.એટલે કે 75 ટકા જેટલો ડેમ ભરાઈ ગયો છે.

કેવડિયા ખાતે રવિવારની રજામાં હજારો પ્રવાસીઓ ઊમટી પડયાં

કેવડિયા કોલોની : રવિવારની રજામાં કેવડિયા ખાતે 50,000 ઉપરાંત પ્રવાસીઓ કેવડિયા આવ્યા હતા. સોમવારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટ ખુલ્લું હોઈ ભીડ રવિવારથી ઉમટી પડી હતી. બસોમાં બેસવા માટે લાંબી લાઈનો પણ લાગેલી લાગેલી જોવા મળતી હતી. કેવડિયા ખાતે ગામ પાસેનું પાર્કિંગ છે ત્યાં સેંકડો કારોનું પાર્કિંગ થઈ ગયું હતું.

ધામણખાડીના પુલનો છેડો ધોવાયો

દેડિયાપાડા : દેડિયાપાડાની ધામણખાડી ઉપર વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને વરસાદના પાણી વહેતાં નજરે પડતાં હતાં. પુલના છેડાનો એક ભાગ વરસાદથી ધોવાયો ગયો હતો અને ત્યાં થઈને વરસાદનું પાણી વહેતું નજરે પડતું હતું. વાહન ચાલકો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

નેત્રંગ તાલુકામાં બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં ઓવરફ્લોની સપાટી વધી

નેત્રંગ : નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલડેવા-પીંગોટ ડેમ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમ આવેલ છે.ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે ત્રણેય ડેમમાં પાણીના સ્તર તેજગતિએ ભુગર્ભમાં ઉતયૉ પીવા-સિંચાઈના પાણી માટે ખેડુતોને ભારે વલખા મારવા પડયા હતા.જુન માસના પ્રથમ પખવાડીયાથી મેઘરાજાનું નેત્રંગ તાલુકામાં ધમાકેદાર આગમન થવાથી ત્રણેય ડેમની પાણીની સપાટીમાં વધારાથી ઓવરફ્લો થયા હતા.ત્યારબાદ મેધરાજાની બેટિંગ ચાલુ રહેતા હાલ ત્રણેય ડેમમાં ઓવરફ્લોની સપાટીથી વધુ પાણીનું વહેણ ચાલી રહ્યું છે. નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મુકીને વરસતા જળબંબાકાળની પરીસ્થિતિ ઉદભવી છે.નદી-નાળા,તળાવ અને ચેકડેમ વરસાદી પાણીથી છલોછલ છલકાયા છે.મૌસમ વિભાગે હજુ બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button