પાદરા તાલુકાના ચોકારી ગામના બે રસ્તાઓનું ખાતમુહુર્ત કરાયું હતું. પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ચોકારી ગામે એક રસ્તો દયારામ મંદિરથી ચોરવાડા અને બીજો રસ્તો ફ્તેપુરાથી કરખડીને જોડતો રસ્તાઓનુ તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું.
જેને લઈને ચોકારી ગામના લોકોમા આનંદ વ્યાપી ગયો છે. પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ પ્રવિણસિંહ સિધા, કારોબારી સભ્ય લાલજીભાઈ વકીલ, મહામંત્રી મહેન્દ્રસિંહ પઢિયાર, યુવા પ્રમુખ મૌલિક ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય કૈલાશબેન જાદવ, તાલુકા સદસ્ય કોકીલાબેન પઢિયાર, દિનેશ આચાર્ય તેમજ ભાજપના હોદેદારો તેમજ ચોકારી ગામોના આગેવાનો હાજર રહ્યાં હતા.
ચોકારી ગામના અંતરીયાળ વિસ્તારમાંથી ગ્રામજનોને પરિવહનની સુગમતા રહે, ખેતી તેમજ શાકભાજીની હેરાફેરી કરવામાં સરળતા રહે તે માટે આ બે રસ્તા બનાવવા જરૂરી હોવાથી ચોકારી ગામોના અગ્રણીઓ દ્રારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને રજૂઆત કરાતાં તેમને તાત્કાલિક ધોરણે મંજુર કરી તાજેતરમાં તેનું ખાતમુહુર્ત કરાયું હતું. દયારામ મંદિર ખાતે પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં દયારામ મંદિરના અગ્રણી સુરેશભાઈ પઢિયારે સુંદર આયોજન કર્યું હતું. તેમજ ફ્તેપુરા વિસ્તારમાં આવેલી દૂધ ડેરીના મેદાનમાં સભા આયોજન કરાયું હતું. જેમાં મૌલિક ગોહિલ, મુકેશ ગોહિલ તથા પ્રવિણસિંહ ગોહિલ ખડે પગે રહી તમામ કાર્યક્રમો સફ્ળ બનાવ્યા હતા. આ બે રસ્તાઓ મંજુર કરવા બદલ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ચોકારી ગ્રામમજનોએ આભાર માન્યો હતો.
Source link