Kheda: મહેમદાવાદમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન, લોકોના અનેક પ્રશ્નોને સાંભળવામાં આવ્યા
- મહેમદાવાદ શહેર અને તાલુકાની જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજુ કર્યા
- સ્થાનિક કામદારોને વંચિત રાખવામાં આવે છે અને શોષણ કરવામાં આવે છે
- પાણીની પાઈપલાઈનો ખોટી રીતે નાખીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો
ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહેમદાવાદ શહેર અને તાલુકાની જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા હાજર રહ્યા હતા.
પરપ્રાંતીઓને રોજગાર આપી સ્થાનિક કામદારોને વંચિત રાખવામાં આવે છે
જેમાં મોટાભાગના લોકો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે મહેમદાવાદમાં અનેક કંપનીઓ આવેલી છે, જેમાં સ્થાનિક લોકોને રોજગાર નથી મળી રહ્યો અને પરપ્રાંતીઓને લાવીને રોજગાર આપી સ્થાનિક કામદારોને વંચિત રાખવામાં આવે છે અને શોષણ પણ કરવામાં આવે છે. શેઢી શાખામાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી.
શહેરમાં પણ ચારે તરફ ગંદકીના ઢગ જામેલા જોવા મળી રહ્યા છે
નર્મદાની માઈનોર સબ માઈનોર કેનાલો બનતી નથી તો બીજી તરફ મહેમદાવાદ શહેરમાં પણ ચારે તરફ ગંદકીના ઢગ જામેલા જોવા મળી રહ્યા છે. ચારે તરફ પાણીની પાઈપલાઈનો ખોટી રીતે નાખીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણીની ટાંકીઓ હોવા છતાં પીવાનું પાણી નથી મળી રહ્યું. સફાઈ કામદારોને કાયમી કરવાના તેમજ તેના અધિકારોથી તેને વંચિત રાખવામાં આવી રહ્યા છે. આખા તાલુકામાં દારૂની બદી ખૂબ જ વધવાને કારણે નાની ઉંમરે યુવાનો મૃત્યુ પામે છે અને બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે.
તમામ પ્રશ્નો આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી ઉઠાવવામાં આવશે: અમિત ચાવડા
આવા અનેક મુદ્દાઓ અને પ્રશ્નો જનમંચ કાર્યક્રમમાં લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અમિત ચાવડાએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં આ તમામ પ્રશ્નો આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી ઉઠાવવામાં આવશે અને લોકોના હક્ક અધિકારની લડાઈ લડવા માટે આજે સૌએ સંકલ્પ કર્યો છે.
Source link