ખેડબ્રહ્મા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં નાના અંબાજી અંબિકા માતાજીના સાંનિધ્યમાં ભાદરવી પૂનમના દિને મા અંબે માની આજી નાખે તેવી મૂર્તિ સ્થાપીત કરી કલાત્મક રીતે આકર્ષક શણગારી કમળના ફુલમાં બિરાજમાન કરેલ અને પગપાળા સંઘો લઈ આવતાં લાખો યાત્રાળુઓ અને માઈ ભકતોએ મા અંબેના દર્શનનો લાભ લીધો હતો. પૂનમે માતાજીનું મંદિર રોશનીથી ઝળહળી ઊઠયું હતું. પૂનમે માતાજી મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારથી જ લાખો ભક્તો બોલ મારી અંબે..જય જય.. અંબે..ના જયઘોષ સાથે માના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. ટ્રસ્ટ દ્વારા સહેલાઈથી મા અંબાના દર્શન થઈ શકે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. ભાદરવી પૂનમના દિને લાખો શ્રીફ્ળ પ્રસાદ, ચુંદડી કંકુ માતાજીને ચઢાવ્યા અને પદિક્ષણા કરી મા અંબાના ચરણોમાં માથું નમાવી ભાદરવી પૂનમની લીધેલ બાધા આખડીઓ લઈ પૂર્ણ કરી હતી. મા ના શિખર ઉપર સંધ યાત્રીઓ અને પદયાત્રીઓ દ્વારા લાલરંગની મોટા ગજની લાંબી ધજાઓ ચઢાવી હતી. ખેડબ્રહ્મા માતાજી મંદિર સુધી રસ્તો નાની મોટી હાટડીઓ દુકાનોમાંથી ખરીદી કરનારની મોટી કતારો જોવા મળી હતી અને હૈયે હૈયું ચંપાય તેવી ભારે ભીડ જોવા મળી હતી.ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાંઆવ્યો હતો
Source link