ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મુદ્દે ચૌંકાવનારા ખુલાસા દિવસેને દિવસે સામે આવી રહ્યાં છે,જેમાં રોકેલા 40 કરોડ વસૂલવા દર્દીઓના હૃદય ચીર્યા હોવાની વાત સામે આવી છે,વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલ 40 કરોડમાં ખરીદી હોવાની વાત સામે આવી છે જયારે કાર્તિક એન્ડ ટોળકીનો 4 વર્ષમાં રૂપિયા વસૂલવા માટે ટાર્ગેટ હતો સાથે સાથે,ટોળકીએ 25 કરોડનું રોકાણ, 15 કરોડની લોન લીધી હતી.
નફો મેળવવા કર્યો મોટો પ્લાન
ખ્યાતિ હોસ્પિટલમાં નફો મેળવવા, રોકેલા રૂપિયા રિક્વર કરવા માટે પ્લાન ઘડવામાં આવ્યો હતોસકાર્તિક, ચિરાગે PMJAYના અધિકારી સાથે સેટિંગ કર્યું હતુ અને PMJAYમાંથી કઈ રીતે વધારે રૂપિયા આવે તેને લઈ પ્લાન ઘડયો હતો.ગરીબ દર્દીઓને ટાર્ગેટ કરવા ગામે ગામ કેમ્પ કર્યા અને ત્યારબાદ હોસ્પિટલ લાવી એન્જીયોગ્રાફી કરી દેતા હતા અને આધારકાર્ડ, આયુષ્માનકાર્ડ લઈ કરતા એન્જીયોગ્રાફી તો દર્દીઓને ખોટો રિપોર્ટ પણ સોંપી દેવામાં આવતો હતો.જે બાદ ચિરાગ અને માર્કેટીંગની ટીમ દર્દીઓને ડરાવતા હતા.
દર્દીઓને હોસ્પિટલ બોલાવી ગભરાવી દેતા
દર્દીઓને હોસ્પિટલ લાવીને એન્જિયોપ્લાસ્ટી નહીં કરાવો તો એટેક આવી શકે તેવું કહેવામાં આવતુ હતુ,નવેમ્બર 2021માં મોટી માત્રામાં આવી રીતે સર્જરી કરી હોવાની વાત સામે આવી છે.જેમાં PMJAYમાંથી સારી એવી આવક ઉભી કરી હતી તો રોકાણ ઝડપી રિક્વર કરવા વધુ સર્જરી કરવા દબાણ કરતા હતા જેના કારણે અનેક તબીબો હોસ્પિટલ છોડી જતા રહ્યાં હતા.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથધરી છે.ડૉ. પ્રશાંત, સંજય પટોળીયાના નિવેદન નોંધવામાં આવ્યા છે.
164 મૂજબ નિવેદન લેવાયા
અત્યાર સુધીમાં 6 વ્યક્તિના 164 મુજબ નિવેદન લેવામા આવ્યા છે,112ના મોતનો રિપોર્ટ હજુ અઠવાડિયા પછી સોંપશે તેવી વાત પણ સામે આવી છે,હેલ્થ વિભાગ સપ્તાહ પછી ક્રાઈમ બ્રાન્ચને રિપોર્ટ સોંપશે અને આ કેસમાં હજી ઘણા ખુલાસા થવાના બાકી છે.ક્રાઈમ બ્રાન્ચે સંજય પટોળીયાની ચેમ્બરમાં જઈને તપાસ કરી ઉપરાંત સર્વર રૂમ સહિત રાહુલ જૈનના રૂમમાં પણ તપાસ કરી. આજે કુલ 20 જેટલી ફાઈલ હોસ્પિટલમાંથી જપ્તે કરવામાં આવી. સાથે-સાથે સર્વર રૂમમાંથી હોસ્પિટલના દર્દીઓનો ડેટા પણ મેળવવામાં આવ્યો હતો.
Source link