GUJARAT

Kisan Suryoday Yojna: રાત્રિના ઉજાગરામાંથી ખેડૂતોને મુક્તિ, ખેડૂતોને દિવસે વીજળી અપાઈ

કિસાન સૂર્યોદય યોજના હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી: રાત્રિના ઉજાગરામાંથી ખેડૂતોને મુક્તિ

સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96 ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના કુલ 18,225 ગામ પૈકી 17,193 ગામમાં 20,51,145 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી 16,561 ગામના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, 

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 96 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા 4 ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામના 1,55,401 જેટલા ખેડૂતોને એટલે કે 4 ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  ઊર્જામંત્રી દેસાઈએ જણાવ્યું કે દિવસે વીજળી મેળવી રહેલા 16,561 ગામના ખેડૂતો પૈકી 11,927 ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 અને સવારે 9 થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4,634 ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5 થી બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે. 

ઉર્જા વિભાગની 6 નવી પેટા વિભાગીય કચેરીઓને મંજૂરી

સુશાસનના ભાગ રૂપે ગાંધીનગર જિલ્લામાં નાના ચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે 251 જેટલા અધિકારી – કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે. વધુમાં છેલ્લા ત્રણ વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને 3 વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3-4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે.

રીન્યુએબલ એનર્જી હેઠળ યોજનાઓમાં અગ્રેસર ગુજરાત 

ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ 2,238 યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ 1,255 કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ દેશના 1 કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં 2 લાખ 42 હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર 900 મેગા વોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત પીએમ કુસુમ-C યોજના હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 108.570 મેગાવોટના 37 પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનો 48,648 ખેતીવાડી વીજ ગ્રાહકોને લાભ મળ્યો છે. હાલમાં ગુજરાત Renewable Energy (Wind+ Solar+ Hydro+ Bio Power)ની 30 ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે,


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button