ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની શાનદાર બેટિંગ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં માત્ર 3 ઓવરમાં 50થી વધુ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચના ચોથા દિવસે બાંગ્લાદેશને પ્રથમ દાવમાં 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ પોતાનો પ્રથમ દાવ 285 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો.
દિવસની રમતના અંતે બાંગ્લાદેશે બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર કેએલ રાહુલે શાનદાર ફિફ્ટી બનાવી હતી. આ સમય દરમિયાન તે એક ઈલિટ ક્લબનો ભાગ બની ગયો છે.
કેએલ રાહુલ આ ખાલ ક્લબમાં થયો સામેલ
કાનપુર ટેસ્ટ મેચમાં જ્યારે કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 159 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તેણે વિરાટ કોહલી સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. આ સમય દરમિયાન તેણે ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તેણે વિરાટ કોહલી સાથે 59 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી.
વિરાટ કોહલીના આઉટ થયા બાદ પણ રાહુલે ટીમ ઈન્ડિયાનો રન રેટ નીચે આવવા દીધો ન હતો. તેણે સતત શોટ મારવાનું ચાલુ રાખ્યું. તેણે માત્ર 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 43 બોલનો સામનો કરીને 68 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી ફિફ્ટી બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારનાર ખેલાડીઓ
- રિષભ પંત: 28 બોલ (વિરુદ્ધ શ્રીલંકા)
- કપિલ દેવ: 30 બોલ (વિરુદ્ધ પાકિસ્તાન)
- શાર્દુલ ઠાકુર: 31 બોલ (વિરુદ્ધ ઈંગ્લેન્ડ)
- યશસ્વી જયસ્વાલ: 31 બોલ (વિરુદ્ધ બાંગ્લાદેશ)
- વીરેન્દ્ર સેહવાગ: 32 બોલ (વિરુદ્ધ ઈંગ્લેન્ડ)
- ઈશાન કિશન: 33 બોલ (વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ )
- કેએલ રાહુલ: 33 બોલ (વિરુદ્ધ બાંગ્લાદેશ )
કેએલ રાહુલ પર સવાલો ઉઠી રહ્યા હતા
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં પણ રાહુલ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે બંને દાવમાં વહેલો આઉટ થયો હતો. આ પછી ટીમમાં તેના સ્થાનને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. આ ફિફ્ટી સાથે તેણે તેના ટીકાકારોને ચૂપ કરી દીધા છે.
Source link