![KL Rahul:પત્ની અથિયા સાથે ક્વોલીટી ટાઇમ પસાર કરતી તસ્વીરો વાયરલ KL Rahul:પત્ની અથિયા સાથે ક્વોલીટી ટાઇમ પસાર કરતી તસ્વીરો વાયરલ](https://i3.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/01/28/S9Nxgil6QO0cl79QB920iatveAppvuAkCpagW0lk.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલની તસ્વીર વાયરલ થઇ છે. જેમાં તેઓ અથિયાના બેબી બંપ પકડને ઉભા છે. મિત્રો તથા પત્ની સાથે સમય પસાર કરતા આ તસ્વીરો ક્લીક કરવામાં આવી છે. થોડા મહિનાઓમાં આ કપલ માતા-પિતા બનવા જઇ રહ્યુ છે. ત્યારે રાહુલ પોતાની ગર્ભવતી પત્નીનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. બેબી બંપની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ફેંસે તેમની નજર ઉતારતી કમેંટ પોસ્ટ કરી છે.
માતા-પિતા બનશે રાહુલ-અથિયા
અથિયા અને રાહુલ બંને અલગ ક્ષેત્રમાંથી આવે છે. પણ તેમના પ્રણય પ્રસંગે જે તે સમયે ખાસ ચર્ચા જગાવી હતી. આ ચર્ચા બાદ તેઓ અવારનવાર સાથે જોવા મળ્યા હતા. અને બે વર્ષ અગાઉ લગ્નગ્રંથીથી જોડાયા હતા. હવે તેઓ પોતાના જીવનનો નવો જ અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે. અહીં તેઓ થોડા મહિનાઓમાં જ એક નવા નાના મહેમાનનું સ્વાગત કરશે. બેબી બંપ સાથેની અથિયાની તસ્વીરો અને સાથે જ રાહુલ પણ તેની કાળજી લેતા હોવાના ફોટા વાયરલ થતાં ફેંસ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ફેંસ કરી રહ્યા છે કમેંટ
અથિયા શેટ્ટી અને કે.એલ.રાહુલ માટે તેમના ફેંસ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે, તમને કોઇની નજર ન લાગે. અને ખુશ રહે તેવી પ્રાથર્ના કરી રહ્યા છે. થોડા સમય અગાઉ અથિયા પોતાની મિત્ર અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોવા મળી હતી. જ્યાં આ બંને મિત્રો મેચ બાદ એકબીજા સાથે સમય પસાર કરતી દેખાઇ હતી. આ પ્રથમ વખત હતુ કે જ્યારે અથિયા શેટ્ટી પોતાના બંપ સાથે સાર્વજનિક માહોલમાં જોવા મળી હતી.
અથિયા શેટ્ટીએ પોતાના ફિલ્મ ક્ષેત્રે હિરો ફિલ્મથી પદાર્પણ કર્યુ હતુ. જેમાં તેની સાથે આદિત્ય પંચોલીનો પુત્ર સુરજ પંચોલી પણ જોવા મળ્યો હતો. કે જે તેની પણ પ્રથમ ફિલ્મ હતી. અથિયા નવાઝુદ્દીન સાથેની ફિલ્મ મોતીચુર ચકનાચુરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો અભિનય દર્શકોએ વખાણ્યો હતો. પરંતુ બાદમાં તેણે ભારતીય ટીમના ક્રિકેટર કે.એલ.રાહુલ સાથે લગ્ન કરી પોતાના જીવનની નવી ઇંનિગસ શરુ કરી હતી. લગ્ન બાદ અથિયાની કોઇ ફિલ્મ થિયેટરમાં આવી નથી.
Source link