- ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બોલર મોર્ને મોર્કેલ નિયુક્ત
- મોર્ને મોર્કેલ 2027 ODI વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાને કરેશે કોચિંગ
- મોર્ને મોર્કેલ 2023 ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂક્યા છે
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બોલર મોર્ને મોર્કેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. મોર્ને મોર્કેલ 2023 ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોલિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચની જવાબદારી મોર્ને મોર્કેલને સોંપી છે. મોર્ને મોર્કેલ ભારતીય ટીમમાં પારસ મ્હામ્બ્રેની જગ્યા લેશે. પારસ મ્હામ્બરેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સમાપ્ત થયો હતો. ત્યારબાદ આ પદ ખાલી હતું. મોર્ને મોર્કેલને 2027 ODI વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બાલાજી અને વિનય કુમારને પાછળ છોડીને બન્યો કોચ
ભારતીય ટીમના બોલિંગ કોચ માટે લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર સહયોગી કોચની નિમણૂકમાં ગૌતમ ગંભીરની પસંદગીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ટીમ ઈન્ડિયામાં ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં અભિષેક નાયર અને રિયાન ટેન ડોશેટનો સમાવેશ થઈ ચૂક્યો છે. હવે મોર્ને મોર્કેલ પણ કોચિંગ સ્ટાફમાં જોડાઈ ગયો છે.
શા માટે કોચ તરીકે મોર્ને મોર્કેલની પસંદગી કરવામાં આવી?
BCCI એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે ‘ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)નું કામ મુખ્ય કોચ માટેના ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાનું હતું. જ્યારે સપોર્ટ સ્ટાફની પસંદગીની વાત આવી ત્યારે ગંભીરની પસંદગીને પ્રાથમિકતા આપવી જરૂરી હતી. ગૌતમ ગંભીરે મોર્ને મોર્કેલ સાથે કામ કર્યું છે અને તેને બોલિંગ કોચ તરીકે પોતાની પસંદગી કરી હતી. આ જ કારણ છે કે મોર્ને મોર્કેલને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે.
મોર્ને મોર્કેલની કારકિર્દી કેવી રહી?
મોર્ને મોર્કેલ દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ બોલર રહ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે કુલ 86 ટેસ્ટ, 117 ODI અને 44 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમ્યા છે. જેમાં તેમણે 544 વિકેટ લીધી છે. મોર્ને મોર્કેલે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે કામ કર્યું છે અને IPLની છેલ્લી 2 સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે પણ કામ કર્યું છે.
કાર્યકાળ ક્યારે શરૂ થશે અને પડકારો શું હશે?
મોર્ને મોર્કેલ બાંગ્લાદેશ સામેની 2 મેચની હોમ ટેસ્ટ સિરીઝમાં પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. તે પહેલા તે સપ્ટેમ્બરમાં નેશનલ ક્રિકેટ એકેડમીને રિપોર્ટ કરશે અને દુલીપ ટ્રોફીની મેચો પર નજર રાખશે. મોર્ને મોર્કેલ સામે સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હશે, જ્યાં ટીમને 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે. મોર્ને મોર્કેલને ઓસ્ટ્રેલિયામાં રમવાનો લાંબો અનુભવ છે, તેથી આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની બોલિંગને મજબૂત કરવાની જવાબદારી તેના પર રહેશે. આ સિવાય મોર્ને મોર્કેલને આવતા વર્ષે ઈંગ્લેન્ડ સાથે રમાનાર 5 ટેસ્ટ મેચોમાં પણ બોલરોના પડકારોનો સામનો કરવો પડશે.
Source link