ગુજરાતના 2 પૂર્વ MLAને નોટિસ ફટકારવામાં આવી છે. આ બંને પૂર્વ ધારાસભ્યોએ સરકારી ક્વાટર્સ ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને હાલના સાંસદ ગેનીબેન ઠાકોરને MLA ક્વાર્ટર ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે.
ગેનીબેન ઠાકોરનું MLA ક્વાર્ટર પેટલાદના ધારાસભ્યને ફાળવાયું
આ સાથે જ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યા બાદ ક્વાર્ટર ખાલી ન કરતા તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિધાનસભા દ્વારા બંને પૂર્વ ધારાસભ્યોને ક્વાર્ટર્સ છોડવા માટે કહેવાયું છે. હાલમાં પણ આ બંને પૂર્વ ધારાસભ્યોએ ક્વાટર્સ પર કબજો હજૂ પણ યથાવત રાખ્યો છે. ગેનીબેન ઠાકોરનું MLA ક્વાટર્સ પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને ફાળવાયુ છે પણ ગેનીબેન ઠાકોરે ક્વાટર્સ હજુ પણ ખાલી ના કરતા નોટિસ ફટકારવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2024માં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી ભવ્ય જીત મેળવી
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી, તેઓ વાવ બેઠક પરથી ધારાસભ્ય હતા, લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને હવે સંસદ બન્યા બાદ વાવ બેઠક ખાલી હતી, જેને લઈને આગામી 13 નવેમ્બર પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. ગેનીબેન સંસદ બન્યા બાદ વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેઓ દિલ્હીમાં સાંસદ તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જો કે અત્યાર સુધી MLA ક્વાટર્સ ખાલી કર્યું નથી.
અગાઉ ભાજપના નેતા હરીભાઈ ચૌધરી હતા સાંસદ
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર માનવામાં આવે છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા અહીં ભારતીય જનતા પાર્ટીના નેતા હરીભાઈ પાર્થિભાઈ ચૌધરી સાંસદ હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં હરીભાઈ ચૌધરીએ 2,02,334 મતથી કોંગ્રેસ પાર્ટીના જોઈતાભાઈ કાસનાભાઈ પટેલને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 59 ટકા લોકોએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. આ મતદાર વિસ્તારની કુલ વસ્તી 24,22,063 છે, જેમાંથી 84.73 ટકા ગ્રામીણ વિસ્તારો અને 15.27 ટકા શહેરી વિસ્તારો છે. તમને જણાવી દઈએ કે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરી આ બેઠક પર હારી ગયા હતા અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે વિજય મેળવ્યો હતો.
Source link