બાબા સિદ્દીકી અને સલમાન ખાનની મિત્રતા કોઈનાથી છુપી નથી. સલમાનને બાબા સિદ્દીકીના સૌથી નજીક માનવામાં આવે છે. સલમાન અને બાબા સિદ્દીકીની મિત્રતાની વાતો ફિલ્મી દુનિયામાં ઘણી લોકપ્રિય છે. બંને હંમેશા એકબીજાના પડખે ઉભા હતા. દુનિયાએ તેનું જીવંત ઉદાહરણ જોયું હતુ જ્યારે સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં જામીન મળ્યા હતા.
મહારાષ્ટ્ર NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીને મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં ગોળી મારવામાં આવી હતી, ત્યારબાદ તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક ગોળી તેમની છાતીમાં વાગી હતી, જ્યારે બીજી ગોળી તેમના પેટમાં વાગી હતી.
સલમાન ખાન હિટ એન્ડ રન કેસ
સલમાન ખાન જ્યારે હિટ એન્ડ રન કેસમાં જેલમાં ગયો હતો. ત્યારે તે સમયગાળો તેના અને તેના પરિવાર માટે ખૂબ જ પડકારજનક હતો. તે મુશ્કેલ સમયમાં પણ તેના મિત્રો અને ચાહકો સલમાનની પડખે ઉભા હતા. બાબા પણ સલમાનની પડખે સંપૂર્ણ રીતે ઉભા હતા. જ્યારે સલમાનને કોર્ટમાંથી જામીન મળ્યા ત્યારે દેશભરમાં તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે સલમાનને જામીન આપવામાં આવ્યા ત્યારે બાબા સિદ્દીકી પણ તેની સાથે કોર્ટમાં હાજર હતા. આ પછી બાબા બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરતા ઘણું બધું કહ્યું હતુ.
સલમાનના જામીન પર બાબાએ શું કહ્યું હતું?
બાબાએ કહ્યું હતુ કે, સલમાનને જામીન મળવાના હતા. અમને ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ હતો. સલમાન કોઈનો મિત્ર છે, કોઈનો ભાઈ… તો આ દરેક માટે રાહતની વાત છે. સૌથી સારી વાત એ છે કે, આ દેશની ન્યાય વ્યવસ્થા દરેક પાસાઓને જુએ છે. આ પછી બાબાએ મીડિયાને પૂછ્યું હતું કે, શું તે પણ સલમાનની રિલીઝ પર ખુશ છે?
સ્વાભાવિક છે કે, સલમાન માટે બાબાનો પ્રેમ અને મિત્રતા ઘણીવાર તેની ઇફ્તાર પાર્ટીમાં જોવા મળતી હતી. સલમાને ક્યારેય બાબાની વાત ટાળી નથી. શાહરૂખ ખાન સાથેના વિવાદ બાદ પણ બાબાની સલાહ પર બંનેએ પોતાના મતભેદો ખતમ કરી દીધા હતા.
Source link