ENTERTAINMENT

Jr. NTR કેમ ઈચ્છતો હતો કે આલિયા-રણબીરના ઘરે પુત્રીનો જન્મ થાય? જાણો

આલિયા ભટ્ટે હાલમાં જ એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે એવી વિગતો શેર કરી છે જે અત્યાર સુધી જાહેર કરવામાં આવી નથી. આલિયા ભટ્ટે તેની પુત્રી રાહા વિશે એક રસપ્રદ વાત કહી છે. આનો સીધો સંબંધ પોપુલર સાઉથ એક્ટર જુનિયર NTR સાથે છે. આલિયા ભટ્ટ અને જુનિયર NTR પોપુલર ફિલ્મ ‘RRR’માં સાથે કામ કરી ચૂક્યા છે.

જુનિયર NTR ઈચ્છતા હતા કે આલિયાને એક દીકરી હોય

આ ફિલ્મ દરમિયાન બન્ને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ મજબૂત બન્યું હતું. આ ફિલ્મમાં આલિયાનો નાનકડો કેમિયો હતો. આલિયા અને જુનિયર NTR ફિલ્મ પછી એકબીજા સાથે સારા સંબંધ છે. આવી સ્થિતિમાં હવે આલિયાએ ખુલાસો કર્યો છે કે, જ્યારે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે એક્ટર જુનિયર NTRએ પ્રાર્થના કરી હતી અને કહ્યું હતુ કે, તેમને દીકરી થશે.

રાહાના નામ વિશે રણબીર-આલિયાએ જાહેરમાં કર્યુ ડિસ્કશન

તમને જણાવી દઈએ કે, કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન આલિયાએ હવે ખુલાસો કર્યો છે કે, જ્યારે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે અને રણબીરે પહેલીવાર તેમના ભાવી બાળકના નામની ચર્ચા જુનિયર NTRના ઘરે કરી હતી. આ બન્ને જુનિયર NTRના હૈદરાબાદ હાઉસમાં હતા. ‘બ્રહ્માસ્ત્ર’ની પ્રેસ મીટ બાદ તેઓ ડિનર માટે ત્યાં પહોંચ્યો હતા. આ ડિનરમાં વાતચીત કરતી વખતે કપલે તેમના ભાવિ બાળકના નામ વિશે તેઓ શું વિચારી રહ્યા છે? પહેલી વખત સૌની સામે જણાવ્યું હતું.

જુનિયર NTRએ પ્રાર્થના કરી હતી

રૂફટોપ વાત-વાતમાં રણબીર કપૂરે તે બધા નામો જણાવ્યા જે તેણે શોર્ટલિસ્ટ કર્યા હતા. આ પછી જુનિયર NTRએ કહ્યું હતું કે, હું પ્રાર્થના કરું છું કે તમને રાહા મળે અને તેમની વાત સાચી પડી. આલિયાએ પુત્રીને જન્મ આપ્યો અને તેનું નામ રાહા રાખ્યું. એટલે કે જુનિયર NTRને આ નામ એટલું ગમ્યું કે તે દિલથી ઈચ્છતો હતો કે આ બાળકનું નામ પણ એવું જ રાખવામાં આવે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button