કોંગ્રેસી સાંસદ અને સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી શનિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર પહોંચ્યા હતાં. અહીં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે બંધારણની રક્ષા માટે અનામત પરથી 50 ટકાની વર્તમાન મર્યાદા હટાવવી જરૂરી છે.
કોલ્હાપુરમાં બંધારણ સમ્માન સંમેલનમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોક આ 50 ટકાની મર્યાદા હટાવવા માટે કાયદો પસાર કરવાનં સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે અમે લોકસભામાં અને રાજ્યસભામાં જાતિ જનગણના પર કાયદો પસાર કરવાનું સુનિશ્ચિત કરશે અને તેને કોઈપણ તાકાત રોકી શકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે દલિતો અથવા કચડાયેલાં વર્ગનો ઇતિહાસ શાળાઓમાં ભણાવવામાં આવતો ન હતો અને આરોપ મૂક્યો હતો કે હવે ઇતિહાસને મિટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકસભાના વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો તમે ઓબીસી સમાજને જોશો તો, જેવો મેં સ્વપ્નિલકુમાર સાથે હાથ મિલાવ્યો કે જેમણે મને મૂર્તિ આપી તેના સંપર્કથી મને સમજમાં આવી ગયું કે આ હાથમાં હુન્નર છે. જે હાથોમાં હુન્નર હોય છે તેમને લોકો પાછળ બેસાડી દે છે.
Source link