- કોલકાતા રેપ અને મર્ડર મામલે દેશભરમાં આક્રોશ
- બીજેપીએ મમતા બેનર્જીને લીધા આડેહાથ
- મમતા બેનર્જીએ કહ્યું કે પીડિતાને ન્યાય અપાવવા નવો કાયદો લાવીશું
કોલકાતા રેપ અને મર્ડર મામલે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં તો આ મુદ્દે જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. એક તરફ ડોક્ટર્સ દ્વારા ન્યાયને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આ મામલે મમતા બેનર્જી વિપક્ષ પર નિશાનો સાધીને રાજનીતિ કરવાનું ચૂકતા નથી. ત્યારે આ મામલે બીજેપીએ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે.
મમતા બેનર્જીએ ડોક્ટરોને ધમકી આપી- સુધાંશુ ત્રિવેદી
બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને મમતા સરકારને આડેહાથ લીધી હતી. તપાસને ગેરમાર્ગે દોરવાના, આરોપીઓને બચાવવા અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ પછી, હવે ડૉક્ટરોને ધમકી આપવાની નવી વ્યૂહરચના જોવા મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીએમ મમત બેનર્જી પીસી કરીને કહે છે કે મારે FIR નથી કરવી. જો હું એફઆઇઆર કરાવુ તો ડોક્ટરને રજીસ્ટ્રેશન કરાવવા તથા પાસપોર્ટ અને વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે..ભાજપ સ્પષ્ટપણે કહેવા માંગે છે કે મમતા બેનર્જીએ ડોક્ટરોને ધમકી આપી છે…
ધ્યાન ભટકાવવા આવા નિવેદન આપે છે- સુધાંશુ ત્રિવેદી
બંગાળ સીએમ મમતા બેનર્જીએ આરોપીને ફાંસીની સજા આપવા અંગે નિવેદેન આપ્યુ હતું જેને લઇને બીજેપીએ વળતો જવાબ આપ્યો કે આ નિવેદન તો માત્ર ધ્યાન ભટકાવવા માટે મમતા બેનર્જી આપી રહ્યા છે. મહત્વનું છે કે બીજેપીએ આજે 12 કલાક માટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું.
Source link