- આરોપીએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો
- આરોપીએ માતા, બહેન અને પત્ની પર હુમલો કર્યાની પણ કબૂલાત કરી
- પોલીસે 15 લોકોની ઓળખ કરી લીધી
કોલકાતાની મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર નિર્દયતાથી હુમલો કરનાર આરોપી હવે ફાંસી આપવા માટે આજીજી કરી રહ્યો છે. તેણે પોતાના ગુનાને કબૂલી લીધો હતો અને પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે, હા, મેં ગુનો કર્યો છે, મને ફાંસી આપો.
આરજી કાર હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ તપાસ માટે લેવામાં આવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંજય રોય લાંબા સમયથી મારામારી કરવાની પ્રવૃત્તિમાં હતો. તપાસમાં વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ તેની માતા, બહેન અને પત્ની પર પણ હુમલો કર્યાની કબૂલાત કરી છે. કોલકાતા પોલીસે પીડિતા અને આરોપી બંનેના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આરોપીના ફોનમાંથી ડેટા બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. આરજી કાર હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ તપાસ માટે લેવામાં આવ્યા છે. સત્તાધીશોએ માત્ર ડોકટરો સહિત હોસ્પિટલના સ્ટાફની જ પૂછપરછ કરી નથી, પરંતુ તૈનાત પાંચ પોલીસકર્મીઓની પણ પૂછપરછ કરી છે, જેથી ગુના અંગે કોઈ જરૂરી માહિતી મેળવી શકાય.
પોલીસે 15 લોકોની ઓળખ કરી લીધી
આ કેસ મામલે સોશિયલ મીડિયા પર વધી રહેલી તમામ અટકળો અને અફવાઓ વચ્ચે પોલીસે 15 જેટલા લોકોની ઓળખ કરી લીધી છે. પોલીસ ગુના સંદર્ભે તમામની પૂછપરછ કરશે. હાલમાં કોલકાતા પોલીસ આ કેસમાં ફોરેન્સિક તપાસ કરી રહી છે અને મેડિકલ તપાસ માટે DNA સેમ્પલ પણ લઈ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી
પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટર સામે નિર્દયતાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ પહેલા ટ્રેઈની ડોક્ટરની હત્યા કરી અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. જો કે, હાલ સ્પષ્ટપણે કંઈપણ કહેવું મુશ્કેલ છે અને પોલીસ તમામ એંગલથી કેસની તપાસ કરી રહી છે.
Source link