- બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનનના લિંકઅપના સમાચાર ચર્ચામાં છે
- એક્ટ્રેસે તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કબીર બહિયાને ડેટ કરવા અંગે પોતાનું મૌન તોડ્યું છે
- એક્ટ્રેસે કહ્યું હું જ નહીં મારો પરિવાર પણ પરેશાન થઈ રહ્યો છે
બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસ બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે. બંનેએ ગ્રીસમાં સાથે વેકેશન મનાવ્યું છે. કૃતિએ પોતાના વેકેશનનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. એક્ટ્રેસ હાલમાં જ તેની ડેટિંગ લાઈફ અંગે મૌન તોડ્યું છે. એક્ટ્રેસ કહ્યું કે તેના વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આ માત્ર મને પરેશાન કરતું નથી. પરંતુ તેની અસર મારા પરિવાર પર પણ પડી રહી છે.
કૃતિ સેનને આપ્યો જડબાતોડ જવાબ
એક્ટ્રેસ કહ્યું કે મારા વિશે જેવા સમાચાર સામે આવે છે. મારા મિત્રો મને ફોન કરીને પૂછવા લાગ્યા કે શું આ સાચું છે. એક્ટ્રેસ આ વાત સાથે અસંમતિ વ્યક્ત કરતા કહ્યું કે મને એ નથી સમજાતું કે લોકો એક વાર પણ હકીકતો ચેક કરતાં નથી અને સોશિયલ મીડિયા પર ખોટી વસ્તુઓ ફેલાવે છે.
કૃતિએ કબીર સાથે ડેટિંગની અફવાઓ પર તોડ્યું મૌન
તમારા વિશેની નકારાત્મક વાતો ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે. તમારા વિશેની ખોટી અફવાઓને સુધારવી એ સૌથી ચીડિયાપણું છે. એક્ટ્રેસના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે કબીર બહિયાને ડેટ નથી કરી રહી.
આ ફિલ્મમાં જોવા મળશે કૃતિ સેનન
એક્ટ્રેસે 27 જુલાઈએ ગ્રીસમાં તેના મિત્રો અને પરિવાર સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થડે પાર્ટીમાં એક્ટ્રેસની બહેન નુપુર સેનન, સિંગર સ્ટેબિન, કબીર બહિયા અને અન્ય મિત્રો જોવા મળ્યા હતા. બર્થડે પાર્ટીનો ફોટો વાયરલ થયા બાદ કબીર અને કૃતિના લિન્કઅપના સમાચાર સામે આવ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ કાજોલ સાથે તીન પત્તીમાં જોવા મળશે. આ વર્ષે એક્ટ્રેસની ક્રૂ અને તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોને લોકોનો ઘણો પ્રેમ મળ્યો.
Source link