સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી છે જે બેઠકમાં મંત્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો/માર્ગદર્શન આપ્યા છે.
અધિકારીઓને આપ્યું માર્ગદર્શન
e-kyc અંગે વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અપીલ છે સાથે સાથે જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો/માર્ગદર્શન આપ્યા હતા.
e-kyc અંગેની જાણકારી મેળવી
આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ અને પીવાનાં પાણીનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પાણી પુરવઠા અને સૌની યોજના અન્વયે જિલ્લામાં ચાલી રહેલાં પ્રગતિ હેઠળના કામો વહેલીતકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે જિલ્લાના લોકોને ઉનાળામાં પાણી અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને e-kyc અંગેની જાણકારી મેળવી હતી.
અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યાં હાજર
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે e-kyc ખૂબ જ જરૂરી હોવાથી દરેક લોકોનું વહેલામાં વહેલી તકે e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત e-kyc અંગે વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હતી.આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન નિયામક શ્રી આર.આર.ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી એ.જી.ગજ્જર, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Source link