પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તાર સ્થિત રાધીકા જવેલર્સ અને તેમના મકાનમાં નકલી EDના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર 12 લોકોની ટોળકી ઝડપાઇ હતી. સમગ્ર મામલે નકલી EDની ગેંગના 11 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
2 ડિસેમ્બરના રોજ આ નકલી ED ના આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢીના માલિક તથા તેના ભાઇઓના રહેણાક મકાને જઈ EDના અધિકારી તરીકે ઓળખ આપી હતી. ત્યાં આ સંગઠીત ટોળકીએ રેડ દર્શાવી ફરીયાદીના મકાનમાં હાજર સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર 25,25,225 રૂપિયાનો સોનાનો મુદ્દામાલની ચોરી કરી હતી. જે બનાવ બાબતે ગાંધીધામ એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે BNS. કલમ-305, 204, 61(2) (એ) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે આ તમામ આરોપીને કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કેવી રીતે આરોપીઓ ઝડપાયા?
પોલીસની ટીમો દ્વારા ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા CCTV ફુટેજ આધારે આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો ભુજ, અમદાવાદ તથા ગાંધીધામ ખાતે તપાસ કરવા ગઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને રાઉન્ડઅપ કરી યુક્તિ પ્રયુક્તિ પૂર્વક તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાને અંજામ આપેલાની કબુલાત કરી હતી. પરિણામે આ ગુનામાં સંડોવાયેલ નકલી EDના અધિકારી તથા તેના સાથી મળી 1 મહિલા આરોપી સહિત કુલ 12 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. સાથે સાથે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનોને પણ કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીઓની ગુનો કરવાની રીત
નકલી ED ની ટીમના આરોપી ભરત મોરવાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધીકા જવેલર્સમાં પાંચ-છ વર્ષ પહેલા ITની રેડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના – ચાંદી તથા રોક્ડ ૨કમ મળેલ હતી તેવી માહિતી આપી હતી. તો હાલમાં પણ રાધિકા જવેલર્સના માલીક પાસે 100 કરોડથી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી. આ માહિતી આરોપી દેવાયત ખાચરે તેના મિત્ર અબ્દુલસતાર માંજોઠીને આપી અને અબ્દુલસતાર માંજોઠીએ આ માહિતી તેના મળતીયા હિતેષ ઠકક૨ તથા વિનોદ ચુડાસમાને આપી અને ભુજ ખાતે મળી ED ની રેઈડ કરવાની પ્લાનીંગ કરી હતી.
Source link