GUJARAT

Lakhatar: જૂનાં ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનનું અપહરણ કરી ધારિયાના ઘા ઝીંકી દીધા

લખતરમાં રહેતા યુવાનને કુંટુંબી સાથે 6 માસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં યુવાન, તેના ભાઈ અને પિતા સામે પોલીસ કેસ થયો હતો. આ કેસની કોર્ટમાં મુદત હોય હાલ અંજાર રહેતો યુવક લખતર આવ્યો હતો. ત્યારે બે શખ્સોએ યુવાનનું કારમાં અપહરણ કરી તેના પર ધારિયા વડે હુમલો કર્યાની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

લખતરમાં રહેતો 20 વર્ષીય અમીત ઉર્ફે ગુગો પ્રવીણભાઈ સોલંકી હાલ અંજારમાં રહે છે અને અંજારની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓને કુંટુંબી નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી સાથે 6 માસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં અમીત, તેના પિતા પ્રવીણભાઈ અને ભાઈ મયુરભાઈ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. આ અંગેનો કેસ હાલ લખતર કોર્ટમાં ચાલુ છે. જેમાં તા. 7-10ના રોજ કોર્ટની મુદત હોઈ બન્ને ભાઈઓ લખતર આવ્યા હતા અને બપોરના સમયે અમીતભાઈ બસની રાહ જોઈને લખતર પેટ્રોલ પંપ પાસે ઉભા હતા. ત્યારે નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી અને ચેતન ધનાભાઈ બારોટ આઈ 20 કાર લઈને આવ્યા હતા. અને અમીતને ઢસડીને કારની પાછળની સીટમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. બન્ને શખ્સો કારને નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા અને ત્યાં અમીતને ઉતારી ધારીયાના ઘા ઝીંકી બન્ને ફરાર થઈ ગયા હતા. લોહી નીકળતી હાલતમાં અમીતને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાયો હતો. બનાવની લખતર પોલીસમાં અમીત સોલંકીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈએ તપાસ આદરી છે.

મોટા ભાઈ સાથે અંજાર જવા નીકળ્યો હતો

તા. 7-10મીએ કોર્ટની મુદત પુરી થયા બાદ બન્ને ભાઈઓ અંજાર જવા નીકળ્યા હતા. જેમાં અમીતનો ભાઈ મયુર બસમાં બેસી અંજાર જવા નીકળી ગયો હતો. જયારે અમીતને બસની મુસાફરી અનુકુળ ન આવતી હોઈ તે વિરમગામથી કચ્છ તરફ જતી ટ્રેનમાં જવા માટે લખતર પેટ્રોલપંપ પાસે વિરમગામ જવાના વાહનની રાહ જોઈને ઉભો હતો. ત્યારે બન્ને શખ્સોએ આવી અમીતનું અપહરણ કર્યુ હતુ.

I-20 કાર બંધ થઈ જતા અજાણ્યા શખ્સને ઈકો કાર લઈને બોલાવ્યો

લખતર પેટ્રોલપંપ પાસેથી બન્ને આરોપીઓ અમીતનું અપહરણ કરીને નર્મદા કેનાલે લઈ ગયા હતા. જયાં માર માર્યા બાદ ફરાર થતા સમયે આઈ-20 કાર બંધ થઈ ગઈ હતી. આથી બન્નેએ કોઈને ફોન કરી બોલાવ્યો હતો. અને આ શખ્સ ઈકો કાર લઈને આવતા તેમાં ત્રણેય ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈ-20 કાર પણ જપ્ત કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button