GUJARAT

Kutchના લખપત તાલુકા ભાજપ પ્રમુખ વેસલજી તુંવર ઉપર ગામના વ્યકિતએ કર્યો હુમલો

કચ્છના લખપત તાલુકા ભાજપના પ્રમુખ ઉપર હુમલો થવાની ઘટના બની છે જેમાં તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મંદિરમાં રૂમનું બાંધકામ ચાલતુ હતુ તે દરમિયાન આ ઘટના બની હતી સ્થાનિકો કહી રહ્યાં છે કે અંગત અદાવતમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથધરી છે.

વેસલજી તુંવર ઉપર ઘાતકી હુમલો

કચ્છના લખપત તાલુકા ભાજપના પ્રમુખ પર હુમલો થવાની ઘટના બની છે,જેમાં આરોપીએ માથાના ભાગે ઈજા પહોંચાડી છે.હાલમાં ભાજપ પ્રમુથને વધુ સારવાર હેઠળ ભુજ રીફર કરવામા આવ્યા છે,પોલીસે સીસીટીવી મેળવીને કાર્યવાહી હાથધરી છે અને ગુનો નોંધ્યો છે સાથે સાથે પોલીસે આરોપીને ઝડપી પાડયો છે,આરોપીએ માથાના ભાગે પથ્થર મારીને ઈજા પહોંચાડી હતી સાથે સાથે રૂમ બાંધો નહી તેમ ઉશ્કેરાઈ ગયો હતો અને પૂજારીને પણ ધમકી આપી હતી.

રૂમ બાંધવાને લઈ થઈ બબાલ

માતાજીના મંદિરમાં અલગથી રૂમ બાંધવાને લઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આરોપી ત્યાં પહોંચે છે અને કહે છે કે કેમ બાંધકામ કરો છો અહીયા બાંધકામ કરવામાં આવશે તો તોડી પાડીશ તેમ કહીને મગજમારી કરી હતી અને તેમાં ભાજપ પ્રમુખ તેને સમજાવવા પહોંચ્યા હતા અને આરોપીએ હાથમાં પથ્થર લઈને તેમને માથાના ભાગે માર્યો હતો જેને લઈ લોકો વચ્ચે પડયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડયા હતા,પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

આરોપીની કરાઈ ધરપકડ

તેઓને પ્રથમ દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે 108 દ્વારા ભુજ રીફર કરાયા હતા. દયાપર પીએસઆઇ કે.એ.જાડેજાએ જણાવ્યું કે, બનાવ બાબતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ હુમલો કરનાર બળવંતસિંહ ભેરૂભા સોઢાને પોલીસે રાઉન્ડઅપ કરાયો છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button