આરજે સિરમનનું ગુરુગ્રામમાં અવસાન થયું. તેના મૃત્યુના સમાચાર મળતા જ શોકનો માહોલ છવાઈ ગયો છે. માહિતી મળ્યા બાદ ગુરુગ્રામ પોલીસ તપાસમાં લાગેલી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. અગાઉ તે પ્રખ્યાત રેડિયો જોકી રહી ચૂકી છે, જ્યારે હવે તે ફ્રીલાન્સર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે તેના જ ફ્લેટમાં તેમનું અવસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. તેનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. તે જમ્મુની રહેવાસી હતી. તે અહીં એક મિત્ર સાથે રહેતી હતી, તેણે જ પોલીસને જાણ કરી હતી.
ગુરુગ્રામમાં રહેતી હતી આરજે સિમરન
તમને જણાવી દઈએ કે, સેક્ટર 47માં તેમના ફ્લેટમાંથી તેમની લાશ મળી આવી હતી. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને મોત પાછળનું કારણ શોધી રહી છે. આરજે સિમરન રેડિયોની દુનિયામાં જાણીતું નામ હતું. લોકો તેના અવાજના દિવાના હતા અને તેણે તેના ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેતી હતી.
છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
તેના મૃત્યુની જાણ થતાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેણે છેલ્લી પોસ્ટ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પંજાબીમાં પોતાના વિચારો શેર કરતી જોવા મળે છે. વીડિયોમાં આરજે સિમરન કહે છે, ‘તમે મને પસંદ કરો છો પણ તમે કશું બોલતા નથી, હું તમારી વાત પર ખૂબ હસું છું, પરંતુ આ જાણ્યા પછી, તેના ફેન્સને આ જોઈને મારા પર ચાન્સ લેવાની જરૂર નથી.’ સોશિયલ મીડિયા પર પોસ્ટ ખૂબ જ ભાવનાત્મક લાગે છે. ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.