લખતર તાલુકાના આદસલર ગામે સરકારી જમીન પર અમુક શખ્સોએ કબજો જમાવ્યાની લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી થઈ હતી. જેમાં કલેકટરે ગુનો દાખલ કરવાનો હુકમ કરતા લખતર મામલતદારે ફરિયાદી બની 4 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
લખતર તાલુકાના આદલસર ગામે આવેલ સરકારી જમીન પર વેરશી ગોકળભાઈ બોળીયા, રાજેશ વેરશીભાઈ બોળીયા, કરણ વેરશીભાઈ બોળીયા અને અર્જુન વેરશીભાઈ બોળીયાએ દબાણ કર્યુ હતુ. આથી તેમની સામે 24-7-23ના રોજ પેશકદમીનો કેસ દાખલ કરાયો હતો. જેમાં તા. 3-10-23ના રોજ દબાણ કરવાનો હુકમ કરાયો હતો. અને પંચ રોજકામ સાથે તા. 1-3-24ના રોજ દબાણ દુર કરાયુ હતુ. અને દબાણ કરવા માટે જંત્રીના 1 ટકા મુજબ ચારેયને દંડ કરાયો હતો. ત્યારબાદ થોડા સમય પછી આ ચારેય શખ્સોએ ફરી તે જ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવતા દિવ્યેશ લક્ષ્મણભાઈ જાદવે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી કરી હતી. જેની તપાસ બાદ કલેકટરે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધવાનો 20-7-24ના રોજ હુકમ કર્યો હતો. આથી મુળ અમદાવાદના મેમનગરના અને હાલ સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ પ્રેરણા પાર્કમાં રહેતા લખતર મામલતદાર રાજેશકુમાર રસીકલાલ પટેલે ચારેય આરોપીઓ વેરશી ગોકળભાઈ બોળીયા, રાજેશ વેરશીભાઈ બોળીયા, કરણ વેરશીભાઈ બોળીયા અને અર્જુન વેરશીભાઈ બોળીયા સામે લખતર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
Source link